(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
– મેષ (અ,લ,ઈ) –
આજે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. વધારાના નાણાંનું રોકાણ કરવું લાભદાયક રહેશે. ઘર અંગે લાંબા સમયથી અટકેલા કાર્યનું નિરાકરણ મળશે. જીવનસાથી સાથે આજે ચકમક ઝરે તેવી શક્યતા છે.
– વૃષભ (બ,વ,ઉ) –
આજે સ્વાસ્થ્યમાં રાહત જણાય. આત્મવિશ્વાસ સાથે આપ કાર્યો કરી શકશો. બપોર બાદ આર્થિક લાભ થવાની શક્યતા. અનૈતિક કાર્યો કે સંબંધને કારણે પ્રતિષ્ઠા ધૂળમાં મળી શકે છે. જીવનસાથી સાથે ખટરાગ થઈ શકે.
– મિથુન (ક,છ,ધ) –
આજે નકારાત્મક વિચારો આપની પ્રગતિમાં અવરોધ ઉભો કરી શકે છે. ઉધાર માંગનાર લોકોને નજર અંદાજ કરવા જરૂરી. પારીવારીક જવાબદારીમાં વધારો થઈ શકે. જીવનસાથી આજે આપનો દિવસ આનંદમય બનાવે.
– કર્ક (ડ,હ) –
આજે આપને કોઈ વડીલ તરફથી નાણાંકીય સહાય પ્રાપ્ત થાય. મિત્રો – સ્વજનો તરફથી ભેટ સોગાદ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે નકારાત્મક રવૈયાથી વાત કે વર્તન કરવાનું આજે ખાસ ટાળવું જરૂરી.
– સિંહ (મ,ટ) –
આજે પરિવારના કોઈ સદસ્ય સાથે કચકચ થાય તેવી શક્યતા છે. વેપારમાં લાભ પ્રાપ્ત થવાની શક્યતા. કોઈ ધાર્મિક સ્થળ પર જાવ તેવી શક્યતા. જીવનસાથી મતભેદ ભુલીને આજે પ્રેમપૂર્વક વર્તે તેવી શક્યતા છે.
– કન્યા (પ,ઠ,ણ) –
આજે કારણવગર પોતાની જાત માટે ખોટું વિચારવાનું ટાળવું. બચાવેલા નાણાં આજે કામ લાગી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે આનંદમય સમય વિતે. જીવનસાથી આત્મીયતાપૂર્વક વાત કરીને આનંદ આપે.
– તુલા (ર,ત) –
આજે બીજાની આલોચના કરવાની આપની આદતને કારણે તમારી ફજેતી થાય તેવી શક્યતા. ચર્ચામાં કોઈને વિચાર્યા વગર જવાબ આપવો નહીં. માતૃપક્ષ તરફથી ધનલાભ થાય. જીવનસાથી સાથે સુખમય સમય વિતે.
– વૃશ્ચિક (ન,ય) –
આજે આત્મવિશ્વાસ અને તેજ દિમાગનો ઉપયોગ કરીને કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. મિત્રોનો સહકાર મળે. જીવનસાથીને કારણે પ્રશંસા પ્રાપ્ત થવાની શક્યતા.
– ધન (ભ,ફ,ઢ,ધ) –
આજનો દિવસ આપના માટે ફાયદાકારક નિવડશે. દિવસભર ઉર્જાસભર અનુભવ કરશો. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પૂરી શક્યતા. જીવનસાથી સાથે કોઈ નજીવી બાબતે વિખવાદ થાય તેવી શક્યતા છે.
– મકર (ખ,જ) –
આજે નાણાંકિય બાબત અંગેનો કોઈ મુદ્દો નિરાકરણ પર પહોંચશે. પરિવારજનો સાથે સમય વિતાવી શકશો. આજે નાની વાતે વડિલો સાથે વિવાદ કરવાનું ટાળવું. જીવનસાથી સાથે રોમાંચક દિવસ પસાર થઈ શકે છે.
– કુંભ (ગ,શ,ષ,સ) –
આજે માનસિક સ્તરે અસ્વસ્થ રહેશો. જૂની વાતોમાં ખોવાયેલા રહી શકો છો. આર્થિક સમસ્યાઓ ઘેરી બની શકે છે. આજે કોઈને શક્તિથી વધારે વાયદો કરવો નહીં. જીવનસાથી આજે મનખોલીને વાત કરી શકે છે.
– મીન (દ,ચ,ઝ,થ) –
આજે નિર્ણય ખુબ વિચારીને કરવા જરૂરી. નાણાં અચાનક આપની પાસે આવી શકે છે. અંગત મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવી આનંદ પ્રાપ્ત કરશો. જીવનસાથી સાથે પાર્ટીમાં જવાનું થઈ શકે છે.