(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
– મેષ (અ,લ,ઈ) –
આજે વાહન ચલાવવામાં વિશેષ કાળજી રાખવી જરૂરી. અન્યને પ્રભાવિત કરવા માટે જરૂર કરતાં વધારે ખર્ચ કરી શકો છો. બોલવામાં નિયંત્રણ નહીં રાખો તો વડીલ વર્ગ આપનાથી દુઃખી થઈ શકે છે. મધ્યમ દિવસ.
– વૃષભ (બ,વ,ઉ) –
આજે પરિવારના કોઈ સભ્યના વાણી – વર્તનથી આપ વ્યથિત થઈ શકો છો. કોર્ટ કચેરીમાં અટકેલાં કોઈ મામલામાં વિજય પ્રાપ્ત થાય. આજે બાળકો અને પ્રિય વ્યક્તિઓની નાની ભૂલોને અવગણવી જરૂરી.
– મિથુન (ક,છ,ધ) –
આજે લાંબા ગાળાથી ચાલી રહેલી કોઈ બિમારીમાંથી છૂટકારો પ્રાપ્ત થાય. ભાગીદારને કારણે વેપારમાં નુકસાન થઈ શકે છે. આજે લોકોના ધ્યાનનું કેન્દ્ર આપ રહી શકો છો. જીવનસાથી સાથે ઉત્તમ સમય વિતે.
– કર્ક (ડ,હ) –
આજે પોતાની લાગણીઓ કાબૂમાં રાખશો તો રાહત રહેશે. વેપારમાં નફો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આજે મિત્રો અને પરિવારજનો સાથે અધિક સમય વિતે. જીવનસાથી આપને ખુશ કરતી વાત જણાવી શકે છે.
– સિંહ (મ,ટ) –
આજે કામ કાજનું ભારણ અધિક રહેશે. પરિવારજનો સાથે હસી મજાક કરવાથી વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે. જીવનસાથીના ગુસ્સાથી દુઃખી થવું નહીં. લાંબા સમયથી અટકેલાં નાણાં પ્રાપ્ત થાય તેવી શક્યતા.
– કન્યા (પ,ઠ,ણ) –
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. વધારાના નાણાં રિઅલ એસ્ટેટમાં રોકી શકો છો. કોઈ વડિલ વ્યક્તિના સ્વાસ્ત્ય અંગે ચિંતા થઈ શકે છે. નોકરી માટે ઇન્ટર્વ્યૂ આપવા ઉત્તમ સમય. ઉત્તમ દિવસ રહેશે.
– તુલા (ર,ત) –
આજે આપનો આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે. આજે સાવધાન રહેશો, કોઈ આપની પ્રતિભા પર આંચ પહોંચાડી શકે છે. આજે પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. અન્યને કારણે જીવનસાથી દુઃખી થઈ શકે છે.
– વૃશ્ચિક (ન,ય) –
આજે જૂના રોકાણને કારણે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આજે એવી કોઈ વ્યક્તિને મળવું નહીં જે ખાલી હવામાં વાતો કરતાં હોય. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય તેવી શક્યતા જણાય છે.
– ધન (ભ,ફ,ઢ,ધ) –
આજે વિદેશથી આપને વિશેષ ધન પ્રાપ્ત થાય. ઘરની જવાબદારીઓ આજે સારી રીતે નિભાવી શકશો. સહકર્મીઓ અને વડીલોનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. વૈવાહિક જીવનમાં નજીકતાનો અનુભવ કરશો.
– મકર (ખ,જ) –
આજે સકારાત્મક અભિગમથી આપની આસપાસના લોકોને ખુશ કરી શકશો. પરિવારજનો નાની નાની વાતને મોટુ સ્વરૂપ કરી શકે છે. આજનો દિવસ ફાયદાકારક નિવડશે. સાંજનો સમય ખુશીઓ લાવશે.
– કુંભ (ગ,શ,ષ,સ) –
આજનો દિવસ સ્વસ્થતાપૂર્ણ રહેશે. અણધાર્યા ખર્ચ કરવા પડી શકે છે. મહત્વની વ્યક્તિઓ સાથે વાતચિત કરતી વખતે આંખ કાન ખુલ્લા રાખવા જરૂરી. જીવનસાથી સાથે ઝગડો કરવાનું ટાળવું.
– મીન (દ,ચ,ઝ,થ) –
આજે આપ કોઈની મદદ વગર ધન પ્રાપ્ત કરી શકશો. આજે પ્રિયજનનો સારું વર્તન દિવસ આનંદમય બનાવશે. આજે આપને કોઈ અંગત વ્યક્તિ આપને મદદ નહીં પહોંચાડે. દિવસ મધ્યમ રહેશે.