(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

મેષ (,,)

આજે શારીરિક થાક ઘટાડવા પૂરતો આરામ કરવો જરૂરી. આર્થિક સ્થિતિ સારી થવાને કારણે કોઈ જરૂરી સામાન ખરીદી શકશો. અજાણ્યા વ્યક્તિ સાથે ખોટો વિવાદ થાય તેવી શક્યતા. જીવનસાથી સાથે શાંતિથી સમય વિતે.

વૃષભ (,,)

આજે ગુસ્સાને કારણે વાતનું વતેસર થવાથી પરિવારજનોને દુઃખી કરી શકો છો. રોકાણ માટે યોગ્ય દિવસ. નવા કાર્ય કરવામાં સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થાય. ટીવી – મોબાઈલમાં વધારે સમય બગડી શકે છે.

મિથુન (,,)

આજે સ્વાસ્થ્યને લગતાં કાર્યો શરૂ કરવા માટે સારો દિવસ. મહત્વના આર્થિક સોદા સમયે ઉતાવળ કરવાનું ટાળવું. પરિવારજનોને પૂરતો સમય આપી શકશો નહીં. મહેનતનું સારું ફળ આજે અવશ્ય પ્રાપ્ત થાય.

કર્ક (,)

આજે જીવનસાથીમાં બદલાવ લાવીને લાંબા સમયથી ચાલતી કોઈ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી શકશો. આજે કોઈને મ્હેણાં મારવાનું ટાળવું જરૂરી. દોડધામ ભર્યા દિવસને કારણે જીવનસાથીને સમય આપી નહીં શકો.

સિંહ (,)

સફળતા પ્રાપ્ત કરવા માટે સમય સાથે વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી. પરિવારજનોની કોઈ વાત ના માનવાને કારણે કચકચ થઈ શકે છે. આજે કવિતા – વાર્તા લખીને કે ભવિષ્યની યોજના બાબતે વિચારશો.

કન્યા (,,)

આજે આપને રિયલ એસ્ટેટના રોકાણ અંગે વિચારવું જરૂરી. મજેદાર સાંજ મિત્રો કે સગાઓ સાથે વિતાવી શકો છો. આજે વડીલો આપના માટે દેવદૂત સમાન સાબિત થશે. જીવનસાથીને સમજવામાં આપની ભૂલ થઈ શકે.

તુલા (,)

આજે વ્યસ્ત દિનચર્યા છતાં સ્વાસ્થ્ય સારું રહી શકે છે. પારિવારીક જવાબદારીમાં વધારો થવાથી માનસિક તણાવ અનુભવી શકો છો. મતભેદને કારણે વ્યક્તિગત સંબંધોમાં તિરાડ ઉભી થઈ શકે છે.

વૃશ્ચિક (,)

આજે આપનું સૌથી મોટું સપનું સત્ય સાબિત થાય તેવી સંભાવના. લાંબા સમયથી અટકેલાં કાર્યો તેમજ જૂની ઉઘરાણી આપને મળી શકે છે. જીવનસાથીનો અભિગમ આજે નકારાત્મક રહી શકે છે.

ધન (,,,)

આજે મનથી મક્કમ અને નિડરતાપૂર્વક કાર્યો કરી શકો છો. આજે કોઈ વ્યક્તિને નાણાં ઉધાર આપવાનું ટાળવું. સહકર્મીઓ આજે કામમાં ઓછો સહયોગ આપે. જીવનસાથી સાથે હસતા હસતાં દિવસ વિતે. શુભ દિવસ રહેશે.

મકર (,)

આજે વિદેશથી કોઈ શુભ સમાચાર અથવા તો લાભ પ્રાપ્ત થાય. કામકાજમાં આપની દક્ષતાની પરીક્ષા થાય. અન્ય લોકો માટે સમય બગાડવા કરતાં પોતાની જાત માટે સમય કાઢવો. જીવનસાથીથી આનંદ પ્રાપ્ત થાય.

કુંભ (,,,)

આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી. આજે વ્યર્થ ભાવનાત્મક તણાવ સહન કરવો પડી શકે છે. કામકાજમાં આપના પ્રતિદ્વંદ્વિઓને પોતાના ખોટા કામોનું ફળ મળશે. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.

મીન (,,,)

આજે કોઈ વિશેષ વ્યક્તિની ગેરહાજરી અનુભવી શકો છો. વાતચીતમાં ધ્યાન નહીં રાખો તો વડીલો દુઃખી થઈ શકે છે. આજે વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થાય. આજે જીવનસાથીને કારણે કોઈ નુકસાન સહન કરવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *