(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

મેષ (,,)

આજે આપના ગુસ્સા પર નિયંત્રણ નહીં રાખો તો પરિવારજનો નારાજ થઈ શકે છે. આજે કોઈને પણ નાણાં ઉધાર આપવા નહીં. યાત્રા ફાયદાકારક રહી શકે છે. મિત્રો સાથે સાંજ મજેદાર રીતે વિતે તેવી શક્યતા.

વૃષભ (,,)

આજે આપની કોઈ તકલીફમાં મિત્ર તરફથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. આજે આપને નાણાંકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વ્યસ્તતાને કારણે પરિવારજનો સાથે સમય વિતાવી નહીં શકો.

મિથુન (,,)

આજે અજાણ્યા વ્યક્તિથી કોઈ મહત્વની સલાહ પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે જીવનસાથી સાથે પારીવારીક બાબતો અંગે ચર્ચા કરી શકો તેવી શક્યતા.

કર્ક (,)

આજે આપને કોઈ જૂની બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. માતાપિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. જૂના મિત્રોસ્વજનો સાથે મળવાનું થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થાય.

સિંહ (,)

આજે બીજાની સાથે ખુશીઓ વ્હેંચવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ અડચણ આવવાને કારણે સમય બગડી શકે છે. આર્થિક સ્તરે લાભ પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથે ખુબ મજેદાર સમય વિતશે.

કન્યા (,,)

આજે આપનો વ્યવહાર દાનવીર જેવો રહેશે. ધાર્મિક કાર્યોમાં નાણાં ખર્ચી શકો છો. દિવસ રચનાત્મકતાભર્યો રહેશે. પરિવારજનો સાથે ઓછો સમય વિતાવી શકો તેવી શક્યતા. જીવનસાથી સાથે રોમાંચક દિવસ વિતશે.

તુલા (,)

કોઈ પરિવારજનની બિમારી પાછળ ખર્ચો કરવો પડી શકે છે. આજે નાણાંકીય લાભ પ્રાપ્ત થાય. મિત્રો સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા. જીવનસાથી જૂના દિવસો યાદ કરીને સુખ આપી શકે તેવી પૂરી શક્યતા.

વૃશ્ચિક (,)

આજે ધ્યાનયોગ દ્વારા લાભ પ્રાપ્ત થશે. આર્થિક ઉપાર્જન માટે કોઈ વિશેષ કદમ ઉઠાવો તેવી શક્યતા. આજે સોશિયલ મિડીયામાં અધિક સમય વેડફશો. આજે અચાનક તબિયત બગડે તેવી શક્યતા જણાય છે.

ધન (,,,)

આજે આપ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો. નાણાંની આવક અને જાવક એકસમાન રહે તેવી શક્યતા. બોલવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. ભવિષ્યની યોજનાઓ અંગે જીવનસાથી સાથે ચર્ચા કરશો.

મકર (,)

ચીડવાથી કે બૂમો પાડવાથી આપનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જૂની વાતોને ભુલીને આગળ વધવું આજે મહત્વનું જણાય છે. પરિવારમાં કોઈ વડિલની તબિયત બગડી શકે છે. જીવનસાથીને કારણે શરમ અનુભવવી પડી શકે.

કુંભ (,,,)

આજે આપ મનથી નાદુરસ્ત રહેવાને કારણે શારીરિક નબળાઈ અનુભવી શકો છો. નાણાંનો ખર્ચ ખૂબ વિચારીને કરવો જરૂરી. આજે કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થાય. જીવનસાથી સાથે ખટરાગ કરવાનું ટાળવું.

મીન (,,,)

આજે આપ ધાર્મિક સ્થળોની મુલાકાત કરીને કોઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. વિત્તિય સ્તર પર સુધારો આવશે. અચાનક કોઈ પ્રવાસ કરવો પડી શકે છે. જીવનસાથી સાથે ખુબ આનંદદાયક દિવસ વિતશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *