• 5G ભલે શરૂ થઈ નથી પરંતુ, ભવિષ્યની ટેક્નોલોજીને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરાઈ.
  • 6G દ્વારા 1 સેકન્ડમાં 3800 MB સુધીનો ડેટા ડાઉનલોડ થઈ શકશે.

funrang. ભારતમાં હાલ 5G ભલે પૂરી રીતે શરૂ થઈ નથી, પરંતુ ભવિષ્યની ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને તેમજ અમેરીકા, દક્ષિણ કોરીયા, ચીન જેવા દેશોને ટક્કર આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં 6G ટેક્નોલોજી પર કામ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 5G બાદની પેઢીની આ ટેક્નોલોજી સ્પીડ બાબતે ક્રાંતિકારી સાબિત થશે. 6G ઇન્ટરનેટના માધ્યમથી 1 સેકન્ડમાં 3800 MB સુધીનો ડેટા ડાઉનલોડ કરી શકાશે.

દક્ષિણ કોરીયાની સૈમસંગ (Samsung) અને એલજી (LG) અને ચીનની હુઆવેઈ (Huawei) જેવી કંપનીઓએ ક્યારનું 6G ટેક્નોલોજી પર કામ શરૂ કરી દીધું છે. જ્યારે ભારત 5Gના મામલે કેટલાંક વર્ષો પાછળ રહી ગયા બાદ હવે ભવિષ્યની ટેક્નોલોજીમાં પાછળ રહેવા માંગતું નથી. અને તેથી જ દૂરસંચાર સચિવ કે. રાજારમણે સરકારી દૂરસંચાર શોધ સંસ્થાન સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈટિક્સ – સી-ડૉટ (C-Dot)ને 6G સહિત ભવિષ્યની ટેક્નોલોજી પર કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે. સી-ડૉટની સ્થાપના ભારતને ટેક્નોલોજીની રેસમાં આગળ રાખવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

હાલ ભારતમાં 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાઈ (TRAI) ના આંકડા અનુસાર રિલાયન્સ જીઓ (Reliance Jio) ના નેટવર્ક પર 4Gની સૌથી સારી સ્પીડ રેકોર્ડ થઈ છે. જે લગભગ 20 MB પ્રતિ સેકન્ડ છે. 20 MBPS સ્પીડ પર પ્રતિ સેકન્ડ 2.5 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે.

5G ટેક્નોલોજી માટે એમ કહેવાય છે કે, તે 4Gની તુલનામાં 10 ગણી વધારે ડાઉનલોડ સ્પીડ આપી શકે છે. 5G ટેક્નોલોજીમાં સ્પેક્ટ્રમની એફિશિયંસી પણ વધે છે, એટલે કે નેટવર્ક સારું મળે છે.

6Gમાં 5G કરતાં બમણી ઇન્ટરનેટ સ્પીડ પ્રાપ્ત થાય છે, એટલે કે 4G કરતાં 20 ગણી વધારે સારી સ્પીડથી ડાઉનલોડ કરી શકાય છે. ટ્રાયલમાં 5G દ્વારા 20 GBPS સ્પીડ પ્રાપ્ત થઈ છે. જોકે, હાલના સમયમાં ભારતમાં એકેય કંપની આ સ્તરની સેવા નથી આપી રહી. ભારતમાં થયેલા ટ્રાયલમાં વોડાફોન આઇડિયા (Vodafone Iea)એ 5Gની સૌથી સારી સ્પીડ આપી હતી જે 3.7 GBPS હતી.

ટેક્નોલોજી ક્ષેત્રના તજજ્ઞોના મતાનુસાર 6Gથી 40 GBPS સ્પીડ પ્રાપ્ત થવાની શક્યતા છે. જો આ સ્પીડ પ્રાપ્ત થાય તો એક સેકન્ડમાં 3800 MB ની ફાઈલ ડાઉનલોડ કરી શકાશે. સ્પીડ બાબતે 4G અને 6G તુલના કરીએ તો.. 4G પર 3800 MB ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે લગભગ 25 મીનીટ લાગી શકે છે.

ભારતમાં આવતાં વર્ષે 5Gનું વ્યાવસાયિક લોંચિગ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે વર્ષ 2028 – 30 સુધીમાં 6G ટેક્નોલોજી યુઝર્સ સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

#Funrangnews #Information #technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *