• છેલ્લાં 10 વર્ષમાં એકપણ ભેળસેળીયા વેપારીને સજા થઈ નથી – વિપક્ષી નેતા અમી રાવત
  • શહેરીજનોના આરોગ્ય સાથે ચેંડા કરતાં તત્વોને જેર કરવામાં કોર્પોરેશન તંત્ર નિષ્ફળ

Funrang. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેંડા કરતાં, ભેળસેળયુક્ત અખાદ્ય ચીજવસ્તુઓ વેચતાં તત્વો બિન્દાસ્ત રીતે લોકોને લૂંટી રહ્યા હોવાની લાગણી વિપક્ષી નેતા અમી રાવતે કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભેળસેળયુક્ત અખાદ્ય પદાર્થ વેચતાં ઝડપાયેલા વેપારીઓના નામો કોર્પોરેશનની વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી કરી છે.

વિપક્ષીના નેતા શ્રીમતી અમી રાવતે ફૂડ સેફટી ડિપાર્ટમેંટની વિઝીટ કરી રૂબરૂમાં માહિતી મેળવી તો તેઓ ચોંકી ઉઠયા હતા. દિવાળી અને તહેવારોમાં લોકો બજારમાંથી ખરીદી કરતા હોય તે સ્વાભાવિક છે. એમાં ક્યો માલ ખરાબ કે સારો એ નક્કી કરવું મુશ્કેલ છે. અને એમને જાણ્યું કે મ્યુનિ. કોર્પોરેશનમાં આરોગ્ય ખાતું છે. પરંતુ એ ફૂડ સેફટી ડિપાર્ટમેંટ એ છે દાંત વગરનો રાક્ષસ.

કોર્પો.ના ફૂડ અને સેફટી ડિપાર્ટમેંટમાં થતી કામગીરીની ચોકાવનારી વિગતો જે આશ્ચર્યજનક છે! અને જયારે શહેરમાં દિવાળીના તહેવારમાં વિવિધ પ્રકારના નાસ્તા, ફરસાણ, નાસ્તા, મીઠાઇ સહિતની હજારો દુકાનોમાં હોટેલોમાં કે કેટરરો અને વિવિધ ફૂડ ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે. અને આ ખાનગી દુકાનદારો ઉતરતી કક્ષાનો માલ, ભેળસેળવાળો માલ, સડેલો માલ અને ખૂબ જૂનો માલ વાપરે છે. અને તે સીધી રીતે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે.

  • આ ખરાબ મિઠાઈઓ/નાસ્તાઓ બનાવતા અમુક વેપારીઓને આ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં રોકવા અને પકડવા માટે મ્યુનિ. કોર્પો.માં આરોગ્ય ડિપાર્ટમેંટ દરોડો પડે છે. અને ખાધ પદાર્થોના નમૂના એકઠા કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલે છે.
  • હવે આશ્ચર્યજનક વાત એ છે કે, જે ખાધ પદાર્થ ખોરાક / મીઠાઇ / ફરસાણનું સેમ્પલ આજે લીધું તેનો ટેસ્ટિંગ રિપોર્ટ ૧૪ થી ૧૫ દિવસે આવે છે. જોકે, એ મીઠાઇ/ફરસાણ ત્યાં સુધીમાં તો દુકાનદારે લોકોને વેચી દીધું હશે. અને લોકો ખાઈ ગયા હોય,
  • અને ૧૫-દિવસ પછી એ સેમ્પલ ફેઇલ થયું કે અસલામત થાય તો કોર્પો. મ્યુનિ. કોર્ટમાં ફરિયાદ કરે છે. અને ચુકાદાની રાહ જુએ છે. હવે એ મીઠાઇ/ ફરસાણ લોકો તો ખાઈ ગયા હોય પછી શું કામનું? આ તો વડોદરાની પ્રજા સાથે ક્રૂર મશ્કરી છે.
  • બીજી ગંભીર બાબત એ છે કે, 10 વર્ષમાં અધિકારીઓએ પકડાયેલાની મ્યુનિ. કોર્ટમાં ફરિયાદ કરી છે. પરતું આશ્ચર્યજનક એ છે કે છેલ્લા ૧૦ વર્ષથી એક પણ ચુકાદો આવ્યો નથી. કોઈને સજા થઈ નથી તો પછી આ પ્રજા સાથે મશ્કરી છે.

વધુ ચોકાવનારી માહિતી આપતા છેલ્લા આટલા મોટા શહેરમાં ૩-વર્ષના આરોગ્ય વિભાગ જે સંખ્યામાં સેમ્પલ લીધા છે. તે પણ પ્રજાના આરોગ્ય સાથેની મજાક છે. કારણે ભારત સરકારની ફુડ સેફટીની ગાઈડ લાઇનની વિરુદ્ધ છે. એટલે કે ૧૦૦૦૦થી વધારે સેમ્પલ લેવાના હોય .એની જગ્યાએ કોર્પોરેશન 200 જેટલા સેમ્પલ છે.

જે દુકાનદારે મીઠાઈ/ ફરસાણના સેમ્પલ પકડાયા હોય તેના નામ પેપરમાં કે કોર્પો.ની વેબ સાઇટ પર જાહેર કરાતા નથી ફક્ત કઈ આઈટમના સેમ્પલ ફેઇલ થયા તેની માહિતી આપે જેથી ચોરી કરનાર દુકાનદારોનું નામ ખ્યાલ જ હોય તો લોકો તો એ દુકાનદારોનો માલ લેતા હોય. જેથી આ તમામ કાર્ય પધ્ધતિથી મજાક સિવાય કશું થતું નથી. અને ફકત સમયે અને લોકોનું સ્વાસ્થય બગડે. બીમાર પડે.

અમી રાવતે માંગણીઓ કરી છે કે

  1. જે દુકાનમાંથી શંકાસ્પદ ખાધપદાર્થના સેમ્પલ લીધા હોય તેનું સ્થળ, લોકેશન, કોર્પો.ની વેવસાઇટ આવે અને તે દુકાનથી માલ ન ખરીદે અને બીમાર અને મોતના મુખમાંથી બચે. સાથે દુકાનદાર બદનામ થાય તો તેની દુકાનમાંથી માલ કોઈ ન ખરીદે જેથી તે પણ ડરે.
  2. ખાધ પદાર્થોના સેમ્પલના ટેસ્ટિંગ જે 15 દિવસે આવે છે. સરકારે તેના પરિણામ ૨૪ કલાકની અંદર આવે તેવી ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવી જોઈએ.
  3. અત્યારે કોઈપણ પ્રકારની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. અને આ દુકાનદારોને બચાવવાની અને ભ્રસ્ટ કામ કોર્પો. ના સત્તાવાળાઓ કરી રહ્યા છે.
  4. કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા 24 ક્લાકની હેલ્પ લાઇન ઊભી કરવી જોઈએ. જેથી લોકો ફરિયાદ કરે તો તાત્કાલિક સેમ્પલ ક્લેક્ટ થાય, અત્યારે તો સિસ્ટમ એવી છે કે આજે નાગરિક ફરિયાદ કરે અને કોર્પોરેશનવાળા બીજા દિવસે સેમ્પલ ક્લેક્ટ કરે અને વેપારીને પણ જાણ થાય જેથી વેપારી ચેતી જાય અને ખરાબ માલ સંતાડી દે. જેથી ખરાબ માલ વેચતા દુકાનદારોને ન પકડી શકાય.

છેલ્લા ૩-વર્ષમાં ઉતરતી કક્ષાના માલ વેચનારાઓ સામે 75 – કેસોમાંથી ફક્ત 48 – કેસો પકડાયા છે. જે એવરેજ 14000 જેટલા ગણી શકાય. છેલ્લા 10 વર્ષમાં પણ વ્યકિતને ખરાબ ખાધ પદાર્થ સેમ્પલમાં પકડાયા પછી એકપણ વ્યકિતને સજા નથી. થઈ. તો પછી કોઈને ડર શેનો ? આ બધી એકસરસાઈજ મજાક છે. ખુલ્લો ભ્રષ્ટ્રાચાર છે. અને ખુલ્લેઆમ પ્રજા સાથે ચેડાં છે.

વધુમાં ફૂડ  ડિપાર્ટમેંટમાં જે સ્ટાફ છે તે પણ અપૂરતો છે. જેની સંખ્યા  વધારવી જોઈએ. નહિતર આ ડિપાર્ટમેંટ બંધ કરી ડો. જેથી આ ડિપાર્ટમેંટમાં જેટલો પગાર અને ખર્ચ કરવામાં આવે છે. તેનો કઈ જ મતલબ નથી.

#funrang #Vadodara #VMC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *