- 100ની ઉપર પહોંચી ગયેલા પેટ્રોલ – ડીઝલના ભાવ 100ની સપાટીથી નીચે આવ્યા.
Funrang. પેટ્રોલ – ડિઝલના ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી જતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતાં. દિવાળી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 5 અ ડિઝલમાં પ્રતિ લિટર રૂ. 10 એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાત સરકારે પણ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેને પગલે આજથી ગુજરાતમાં પેટ્રોલ રૂ. 95.11 અને ડિઝલ રૂ. 89.09 પ્રતિ લિટર થયું છે.
ગુજરાત સરકાર પેટ્રોલ પર 20.1 ટકા તથા ડિઝલ પર 20.2 ટકા જેટલ વેટ વસૂલતી હતી. આ ઉપરાંત, 4 ટકા સેસ લાગુ પડે છે. રાજ્યમાં પેટ્રોલ કરતાં ડીઝલનું વેચાણ વધું હોવાથી સરકારને ડિઝલના વેચાણથી વધુ આવક પ્રાપ્ત થાય છે. પ્રતિ વર્ષ પેટ્રોલ – ડિઝલના વેચાણથી સરકારને 10 થી 12 હજાર કરોડ જેટલી આવક થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારને પેટ્રોલ – ડિઝલના વેચાણથી આશરે 60 હજાર કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ |
||
જૂનો ભાવ | નવો ભાવ | |
પેટ્રોલ | 106.63 | 95.11 |
ડિઝલ | 106.10 | 89.12 |
સુરત |
||
જૂનો ભાવ | નવો ભાવ | |
પેટ્રોલ | 106.51 | 95.01 |
ડિઝલ | 105.99 | 89.01 |
રાજકોટ |
||
જૂનો ભાવ | નવો ભાવ | |
પેટ્રોલ | 106.89 | 94.89 |
ડિઝલ | 105.84 | 88.89 |
વડોદરા |
||
જૂનો ભાવ | નવો ભાવ | |
પેટ્રોલ | 106.27 | 94.78 |
ડિઝલ | 105.72 | 88.77 |
#funrang #Ahmedabad