• બોલકા બાબા એ ફનરંગનું એક એનેરું કેરેક્ટર છે જે કહેવત બનવા પાછળની કાલ્પનિક કથા કહે છે.
  • કહેવતો લોકોની બોલચાલમાંથી બનતી હોય છે, એનો કોઈ રચયિતા હોતો નથી.

Funrang. હાલના સમયમાં લોકો વાતચીતમાં કહેવતો કહેવાનું ભુલી રહ્યા છે. એમાંય યુવાન પેઢી તો ગુજરાતી વાતચીતમાં અંગ્રેજી શબ્દો વધારે ઉપયોગમાં લેતાં હોય છે. ઘણાં યુવાનોને તો ગુજરાતી કહેવતોનો અર્થ પણ ખબર નહીં હોય.

આ સંજોગોમાં ફનરંગ દ્વારા બોલકાબાબા કરેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. બોલકાબાબા કહેવત પાછળની પોતાની કાલ્પનિક કથા મનોરંજક રીતે કહે છે. બોલકાબાબાની કથામાં સ્હેજપણ તથ્ય નથી. પરંતુ, અમારો ઉદ્દેશ્ય યૂવા પેઢી આ પ્રકારે પણ કહેવત સાંભળે અને તેનો ઉપયોગ કરે તેવો છે.

આ વિડીયોમાં આપને સંપ ત્યા જંપ કહેવતની કથા બોલકાબાબા કહેશે કે, તો સંપ ત્યાં જંપ પાછળની કથા એવી છે કે, એક ગામમાં પાણીની તંગી હતી. એકવાર ગામમાં ચીની પ્રવાસી ચાઊં ચીંગ આવ્યો… એણે પાણીની તંગીની વાત જાણી અને એ દૂર કરવા સંપ બનાવવાની સલાહ આપી. ગ્રામજનો તૈયાર થઇ ગયાં… સંપ બનાવવાનું કામ ચાઉં ચીંગને જ સોંપવામાં આવ્યું… આમ તો સંપ જમીનમાં ખાડો ખોદી બનાવવાનો હોય પણ ચાલાક ચાઉં ચીંગે જમીનની ઉપર છ ફૂટ ઉંચા સંપ બનાવ્યા… ગ્રામજનો અટવાયા… બધાંએ પુછ્યું કે સંપમાં પાણી ભરાયું કે નહીં એ જાણવા શું કરવું… જંપ કરો… ચાઉં ચીંગ આટલું બોલી જતાં રહ્યાં અને સંપ ત્યાં જંપ કહેવત આપતાં ગયાં… હવે તમારે માનવું હોય તો માનો… નહીંતર, બોલો બોલકાબાબાની જય…

બોલકાબાબા પ્રત્યેનો આપનો પ્રતિભાવ 9978918796 નંબર પર કોલ કરીને કે વોટ્સએપ દ્વારા મોકલશો. અથવા તો funrangnews@gmail.com પર ઇમેલ કરશો.

આપની પાસે પણ બોલકાબાબા માટે કોઈ કહેવતની કથા હોય તો અમને મોકલશો. અમે આપની ક્રેડિટ સાથે બોલકાબાબાનો વિડીયો બનાવીશું.

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *