• નાની શાક માર્કેટ સામે આવેલી દાલિયાવાડી નજીકના કોમ્પ્લેક્ષ બહાર વાહનો પાર્ક કરાયેલા હતાં.
  • આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, કચરો સળગાવવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ.

Vadodara. આજે પરોઢીયે ચોખંડી વિસ્તારમાં આવેલી નાની શાક માર્કેટ સામે આવેલી દાલિયાવાડી નજીક આવેલા કોમ્પ્લેક્ષની બહાર પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી હતી. આગમાં છ જેટલાં ટુવ્હિલરને નુકસાન પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે પ્રાથમિક તબક્કે કરેલી તપાસમાં મહિલા દ્વારા કચરો સળગાવવામાં આવ્યા બાદ તણખો ઉડવાને કારણે આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

દાલિયાવાડી પાસેના એક કોમ્પ્લેક્ષ બહાર ટુ-વ્હિલર પાર્ક કરેલા હતાં. દરમિયાનમાં આજે વહેલી સવારે અચાનક વાહનોમાં આગ લાગી હતી. આગના બનાવ અંગે જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી અન્ય વાહનોને આગની લપેટમાં આવતાં બચાવ્યા હતાં.

(સંપ ત્યાં જંપ – આ કહેવત કેવી રીતે બની? એની કથા સાંભળો બોલકા બાબાના મુખે)

https://www.youtube.com/watch?v=t-_Co9ljfQM

કોઇએ અટકચાળો કરતાં આગ લાગી હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે, હાલના તબક્કે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે મહિલા દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હોવાથી તણખો ઉડ્યો હતો અને તેના કારણે આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

#funrang #Vadodara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *