- સગા બાપે 8 કલાકના ગાળામાં બે વાર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું.
- માતાએ આઠ મહિના પહેલાં દીકરીઓની વાતને ગંભીરતાથી લીધી હોત તો આજે આ દિવસ ના જોવો પડત.
- સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચની જાણકારી હોઈ માસૂમ દિકરીઓએ પોલીસ કોન્સ્ટેબલને વાત કરી.
Surat. સુરતના સલાબતપુરામાં રહેતી માસૂમ બાળકીઓ માટે પિતા જ હૈવાન બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 8 કલાકના ગાળામાં સગા બાપે 14 વર્ષિય દીકરીને બે વાર પિંખીને હવસનો શિકાર બનાવી જ્યારે અન્ય 13 વર્ષિય દીકરી સાથે બાપે અડપલાં કર્યા હતાં. સગા બાપના વર્તનથી ડઘાઈ ગયેલી બાળકીઓએ પોલીસ મથકે જઈ કોન્સ્ટેબલને સમગ્ર હકીકત જણાવતાં, પોલીસે હવસખોર બાપની ધરપકડ કરી હતી.
સલાબતપુરાના માન દરવાજા વિસ્તારમાં કસાબ (નામ બદલ્યું છે.) પત્ની, બે દીકરા અને બે દીકરીઓ સાથે રહેતો હતો. આઠેક મહિના પહેલા કસાબે પોતાની બે દીકરીઓનાં શરીર પર હાથ ફેરવ્યો હતો. ત્યારે બંને દીકરીએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ, માતાએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. તેણે માત્ર પતિને ફરી આવું નહીં કરવા જણાવીને વાત પડતી મુકી હતી. બે દિવસ અગાઉ દરગાહ પર જતી વખતે રસ્તામાં પણ કસાબે 14 વર્ષિય દીકરીની છેડતી કરી હતી.
(80 જેટલાં ઓનસ્ટેજ – બેકસ્ટેજ કલાકારો દ્વારા ભજવાયેલા નાટકનો સંપૂર્ણ વિડીયો)
ગઈકાલે મોડી રાત્રે 12થી 1 વાગ્યાના અરસામાં કસાબે 14 વર્ષિય દીકરીનું મોંઢુ દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ સવારે 8 વાગ્યાના અરસામાં બીજી વાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, કસાબે 13 વર્ષિય દીકરીને અડપલાં કર્યા હતાં. સવારે નાની દીકરીએ માતાને ફરિયાદ કરવાને બદલે મોટી બહેનને અડપલાંની વાત જણાવી હતી. જેને પગલે બંને બહેનો પોલીસને ફરિયાદ કરવા ઘરેથી નિકળી હતી.
માન દરવાજા ચોકી પર પહોંચેલી માસૂમ બાળકીઓને સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચની સમજ હતી. તેથી તેમણે ચોકી પર હાજર કોન્સ્ટેબલ શંકરને સમગ્ર હકીકત જણાવી હતી. હવસખોર બાપે પિંખેલી માસૂમ દીકરીની વાત સાંભળી કોન્સ્ટેબલે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતાં. અને ત્યારબાદ બંને બાળકીઓને પોલીસ મથકે લઈ જવાઈ હતી. અને આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
#funrang #Surat