- મહાત્મા મંદિર પાસેની સ્લમ વિસ્તારમાં મહિલા પોલીસે બાળકીઓ અને મહિલાઓ સાથે સંવાદ કર્યો.
Gandhinagar. ગાંધીનગરના ખાત્રજ વિસ્તારમાં માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ – હત્યાની ઘટનાઓને પગલે આજથી મહિલા પોલીસ દ્વારા સ્લમ વિસ્તારમાં જન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આજે મહિલા પોલીસે મહાત્મા મંદિર પાસે આવેલા સ્લમ વિસ્તારમાં જઈને બાળકીઓ તેમજ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
તાજેતરમાં ખાત્રજના સ્લમ વિસ્તારની છ વર્ષિય બાળકીનાં અપહરણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. અને ત્યારબાદ ત્રણ વર્ષિય બાળકીની હત્યા કર્યા બાદ દુષ્કર્મની ઘટના પણ બનવા પામી હતી. જ્યારે વાંસજડા ગામના સાઈકો કિલરે 11 વર્ષિય બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. હવસખોરો દ્વારા સ્લમ વિસ્તારની બાળકીઓને હવસનો શિકાર બનાવવામા આવતો હોઈ, રેન્જ આઈજીપી અભય ચુડાસમા દ્વારા સ્લમ વિસ્તારમાં જન જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આજરોજ મહિલા પોલીસ દ્વારા મહાત્મા મંદિર વિસ્તારની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જન જાગૃતિ હાથ ધરાયું હતું. વિસ્તારમાં રહેતાં નાના બાળકો અને તેમના માતા – પિતાની સાથે વાતચીત કરી, બાળકીઓ પર થતાં અત્યાચાર રોકવા શું તકેદારી રાખવી જોઈએ. તે બાબતે લોકોને જાગૃત કર્યા હતાં.
કોઈ ઇસમ તમને કોઈપણ પ્રકારની ચોકલેટ, મોબાઈલ કે અન્ય કોઈ ચીજવસ્તુ આપવાની કે અપાવવાની લાલચ આપે તો તેની સાથે જવું નહીં. માતા પિતાએ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને 100 નંબર પર જાણ કરવી. જેવી વિવિધ બાબતો અંગે લોકોને જાગૃત કર્યા હતાં.
#funrang #Gandhinagar
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.