- વિકૃત માનસિકતા ધરાવતાં વાલીએ અશ્લિલ ફોટા – વિડીયો શેર કર્યા.
- વોટ્સએપ ગ્રૂપમાં રહેલી મહિલા વાલીઓ શરમમાં મુકાઈ.
Limkhada. લીમખેડાના મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ માટે બનાવવામાં આવેલાં WhatsApp ગ્રૂપમાં વિકૃત માનસિકતા ધરાવતાં વાલીએ અશ્લિલ ફોટા – વિડીયો શેર કરતાં ગ્રૂપની મહિલા વાલીઓ શરમમાં મુકાઈ ગઈ હતી.
મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર સ્કૂલમાં બાળકો કેવો અભ્યાસ કરે છે? તેમનું હોમવર્ક શું છે? તેમજ સ્કૂલને લગતી કોઈ જાણકારી હોય તો એ વાલીઓને મળી રહે તે માટે WhatsApp ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. વાલીઓના WhatsApp ગ્રૂપનો ઉપયોગ બાળકો પણ હોમવર્ક વગેરે જાણકારી મેળવવા કરતાં હોય છે. મહિલા વાલીઓ પણ આ WhatsApp ગ્રૂપના સભ્ય છે.
વાલીઓના WhatsApp ગ્રૂપમાં કોઈ વિકૃત માનસિકતા ધરાવતાં વાલીએ અશ્લિલ ફોટા – વિડીયો ફોરવર્ડ કરી દીધા હતાં. કેટલાંક બાળકોએ આ ફોટા – વિડીયો માતાને બતાવતાં તેઓ શરમમાં મુકાઈ ગઈ હતી. જ્યારે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બનાવ અંગે કેટલાંક વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
#funrang #GujaratiNews #GujaratNews #LatestNews
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.