- સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને આવતીકાલે અર્જુન એવોર્ડ એનાયત કરાશે.
Sports. તાજેતરમાં ચીનમાં ટોકીયો ખાતે યોજાયેલી પેરાલિમ્પિકમાં ગુજરાતની ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. વિશ્વસ્તરે દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધારનાર ભાવિના પટેલને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દેશની પહેલી મહિલા પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોકિયો ખાતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તેઓને રૂ. 3 કરોડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આજરોજ અર્જુન એવોર્ડ એનાયત કરવાની ઘોષણા થયા બાદ ભાવિના પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, હવે મારું લક્ષ્ય આગામી સમયમાં યોજનાર કોમન વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ રહેશે. જેની તૈયારી શરૂ કરી દીધી છે. મારે એવા ખેલાડી બનવું છે જે સતત મેડલ જીતે. વર્ષ 2024માં યોજાનાર પેરાલિમ્પિકમાં પણ દેશનું નામ રોશન કરવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે.
અર્જુન એવોર્ડ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું આ એવોર્ડ મારા કોચને સમર્પિત કરું છું. એમનું હંમેશાથી સપનું રહ્યું છે કે, મને અર્જુન એવોર્ડ પ્રાપ્ત થાય. તેમણે જ મને આ સપનું બતાવ્યું હતું.
#sports #Funrang #LatestNews #GujaratiNews #Spots News