- પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો કે પ્રજાના કાર્યક્રમો પર પ્રતિબંધ ભાજપના મેળાવડાંને પરવાનગી બાબતે તંત્રના બેવડાં ધોરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ.
Vadodara. કોરોના કાળમાં પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો હોય કે પછી પ્રજા દ્વારા યોજાતાં કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હોય છે. પરંતુ, બીજી તરફ, ભાજપના અગ્રણીઓ દ્વારા યોજાતાં કાર્યક્રમોમાં કાયદાની ઐસી કી તૈસી થતી હોય છતાં, મમી જેમ પુતળું બનીને ઉભા રહેતાં તંત્રના બેવડાં ધોરણનો શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે.
શહેર કોંગ્રેસના પ્રવક્તા અમીત ઘોટીકરના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીનરસિંહજીના લગ્ન તુલસીમાતા સાથે થવા જઈ રહ્યા છે. વર્ષોથી વડોદરાવાસીઓ ભગવાન નરસિંહજીના વરઘોડામાં આસ્થાભેર જોડાય છે. આ વર્ષે ભગવાનના વરઘોડામાં માત્ર 15 જણને જ પરવાનગી આપવામાં આવી હતી. જે બાદમાં વધારીને 400ની કરાઈ છે. એક તરફ શહેરના 95 ટકા લોકોએ વેક્સિન લઈ લીધી છે, અને 80 ટકા લોકોએ તો બીજો ડોઝ પણ લઈ લીધો હોવાની તંત્ર દ્વારા જાહેરાત કરાય છે. ત્યારે વેક્સિનના બે ડોઝ લઈ લીધાં હોય તેઓને ભગવાનના વરઘોડામાં જવાની પરવાનગી મળવી જોઈએ.
વધુમાં જણાવ્યું છે કે, આવતીકાલે તા. 16 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપવા વડોદરા પધારનાર છે. આ સમારોહ માટે 1 લાખ 40 હજાર લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ભગવાનના વરઘોડામાં 400 લોકોને પરવાનગી અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 1 લાખ 40 હજારને નિમંત્રણ આ કેટલાં અંશે યોગ્ય કહેવાય?
ઘોટીકરે ઉમેર્યું હતું કે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ભીડ એકઠી ના કરવી વગેરે અનેક નિયમો લાગુ છે, પરંતુ આ નિયમો માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ છે. નેતાઓને આમાંથી એક પણ નિયમ લાગુ પડતો નથી. જો આવું ના હોત તો ચાની લારી-પાનના ગલ્લા બંધ કરાવતા તંત્રને મુખ્યમંત્રીના સ્નેહમિલન સમારંભમાં આટલી મોટી ભીડ ભેગી કરવાની પરવાનગી પણ ના આપી હોત. ગુજરાતમાં હાલમાં કોરોના ના કેસ વધી રહ્યા છે અને સ્થિતિ બગડેલી છે. છતાં પણ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવી તેમની માનસિકતા બતાવે છે.
(વિદેશના વિચિત્ર સમાચાર જાણો – પત્રકાર લાલજીની સ્ટાઈલમાં)
#funrang #Vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.