- સોશિયલ મિડીયા પર નટુકાકાનાં કેરેક્ટર અંગે અફવા ફેલાતાં શૉના પ્રોડ્યુસરે કરેલી સ્પષ્ટતા
- ગત 3 ઓક્ટોબરના રોજ નટુકાકાનું કેરેક્ટર ભજવનાર ઘનશ્યામ નાયકનું નિધન થયું હતું.
funoranjan. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં નટુકાકાના કેરેક્ટરથી લોકપ્રિય થયેલાં ઘનશ્યામ નાયકના નિધન બાદ હવે શૉમાં નવો એક્ટર નટુકાકાનું કેરેક્ટર કરવાનો છે. તેવી અફવાઓ સોશિયલ મિડીયામાં ફેલાતાં પ્રોડ્યુસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી છે કે, નટુકાકાનું પાત્ર રિપ્લેસ કરવાનો હાલમાં કોઈ વિચાર નથી.
ગત તા. 3 ઓક્ટોબરના રોજ અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું હતું. તેમના નિધન બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં નટુકાકા માટે એક્ટરના રિપ્લેસમેન્ટની ચર્ચાઓ ઉઠવા પામી હતી.
www.divyabhaskar.co.in ના અહેવાલ અનુસાર, શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં નટુકાકાના રિપ્લેસમેન્ટની અટકળો પર પૂર્ણવિરામ મુક્યું હતું. અને જણાવ્યું હતું કે, નટુકાકાનું પાત્ર રિપ્લેસ કરવામાં આવશે નહીં. સિનીયર એક્ટરના અવસાનને હજી માંડ મહીનો થયો છે. ઘનશ્યામ નાયક મારા સારા મિત્ર હતાં. અમે ઘણાં વર્ષો સુધી કામ કર્યું છે. શૉમાં તેમણે જે યોગદાન આપ્યું છે, તેને અમે માન આપીએ છીએ. હજી સુધી તેમના કેરેક્ટરને રિપ્લેસ કરવા અંગે કંઈ જ વિચાર્યું નથી.
અસિત મોદીએ કહ્યું હતું કે, ઘણી અફવાઓ ચાલી રહી છે. જોકે, દર્શકોને પ્રાર્થના કરું છું કે, તેના પર ધ્યાન ના આપે.
સોશિયલ મિડીયામાં નવા નટુકાકાને બતાવતી તસવીર વાઈરલ થઈ હતી. જેમાં ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની ખુરશી પર એક વડીલ બેઠેલાં છે. અને સાથે ઘનશ્યામ નાયકની તસવીર પણ શેર કરાઈ છે.
સોશિયલ મિડીયામાં ફેલાયેલી અફવા અંગે પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, તસવીરમાં જે દાદા ગડા ઇલેક્ટ્રોનિક્સની અંદર ખુરશીમાં બેઠેલાં બતાવાયાં છે. તે એક્ટર નથી પરંતુ, એ દુકાનના અસલી માલિકના પિતા છે. આ એમની જ દુકાન છે. લોકોએ ખોટી વાતો ફેલાવવી ના જોઈએ.
#Funrangnews #Entertainment #amitabhbachchan #KBC13 #sonytv