- તા. 18 નવેમ્બરને ગુરુવારે સવારે 11 કલાકે હરણી ખાતે કાર્યક્રમ
Vadodara. પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં આગામી તા. 18 નવેમ્બરને ગુરુવારના રોજ શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
18 નવેમ્બરે સવારે 11.૦૦ કલાકે વિનુભાઈ જીવાભાઈ પટેલ ફાર્મ પંથ પેટ્રોલિયમ (ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ) હરણી ગોલ્ડન રોડ, હરણી ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુભાઈ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે. એમ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીબહેન રાવતે એક યાદીમાં જણાવ્યું છે.
#funrang #Vadodara #funrang #gujaratnews #vadodaranews #latestnews #newsupdate #vadodara
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.