• ઘરઘાટી તરીકે નોકરી કરી, ચોરીનો પ્લાન બનાવ્યો.
  • ચોરની મોડસઓપરેન્ડી સાંભળીને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યાં.
  • અમદાવાદના બોપલ વિસ્તારમાં દિવાળીના દિવસે ચોરી કરી હતી.

Ahmedabad. વસંત બિહાર બોપલ ખાતે રહેતાં એક વેપારી વેકેશન માણવા પરિવાર સાથે બહાર ગયા હતાં. ત્યારે દિવાળીના દિવસોમાં એમના બંધ મકાનમાં 37 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ બનાવમાં ગ્રામ્ય એલસીબીએ ચોરને ઝડપી પાડ્યો હતો. જોકે, આરોપીએ જણાવેલી મોડસઓપરેન્ડી સાંભળીને પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં.

ઘરફોડ ચોરી કરતાં તસ્કરો સીસીટીવીમાં ઝડપાઈ ગયા હોય એવાં અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. પરંતુ, અમદાવાદના તસ્કર મોતી ચૌહાણે ખુબ ચોકસાઈથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી તે અલગ અલગ મકાનોમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. ઘરના કામકાજ કરવા સાથે તે ચોરી કરવાનો પ્લાન પણ બનાવતો હતો.

વિવિધ મકાનોની રેકી કર્યા બાદ આખરે મોતી ચૌહાણે ત્રણ વર્ષ પહેલાં બોપલના જે વેપારીને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરી હતી. એના મકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, મકાનની ગ્રીલમાંથી તે અંદર જઈ શકે તેમ નહોતું. એટલે સૌથી પહેલાં એણે વજન ઘટાડવાનું નક્કી કર્યું અને ત્રણ મહિનામાં લગભગ 6 કિલો વજન ઉતારી નાંખ્યું. સાથો સાથ સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા વગર કેવી રીતે ચોરીના પ્લાનને અંજામ આપવો તેવો પ્લાન બનાવ્યો. દિવાળીના દિવસોમાં આખરે મોતી સાઈકલ લઈને બોપલ સ્થિત મકાન સુધી પહોંચ્યો અને 37 લાખનો મુદ્દામાલ ચોરી ગયો હતો.

પોલીસના પકડી શકે તેના તમામ પ્લાનિંગ કર્યા હોવા છતાં મોતી ચૌહાણ ભુલથી એક હથિયાર ઘરમાં ભુલી ગયો હતો. અને એ હથિયારના આધારે ગ્રામ્ય એલસીબીએ મોતીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં જ મોતીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. તેમજ ચોરી કરેલો મુદ્દામાલ અવાવરું જગ્યાએ દાટી દીધો હોવાનું જણાવ્યું હતું.

એકંદરે, ઘરઘાટી તરીકે કોઈ વ્યક્તિને રાખવામાં આવે ત્યારે તે બાબતે પોલીસની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવવું ખુબ જરૂરી છે. લોકોની બેદરકારી કે આળસનો લાભ આવાં તત્વો લેતાં હોય છે.

News Source – https://zeenews.india.com

#funrang #Ahmedabad #gujaratnews #Ahmedabadnews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *