funoranjan. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલિઝ થઈ ચુક્યું છે, જેના પર સોશિયલ મિડીયામાં ભારે ચર્ચા થઈ રહી છે. 1 મીનીટ 20 સેકન્ડના ટીઝરમાં લોકો ભુલો કાઢી રહ્યાં છે. ખાસ તો ધર્મ અંગેના અક્ષય કુમારના ડાયલૉગ પર ઘણી નેગેટીવ ટીપ્પણીઓ મળી રહી છે. કેટલાંક લોકોને અક્ષય કુમારનાં લુકને હાઉસફૂલ ફિલ્મના બાલા સાથે સરખાવી રહ્યાં છે. તો કેટલાંક લોકો માનુષી છિલ્લર અને અક્ષય કુમારની ઉંમર વચ્ચેના તફાવત અંગે ટીપ્પણી કરી રહ્યાં છે. અક્ષયના ઇન્સ્ટાગ્રામ પર એક જણે તો કરણી સેનાની ધમકી પણ આપી દીધી છે.
અપકમિંગ ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રૉલમાં જોવા મળનાર છે. મેકર્સે ફિલ્મનું ટીઝર રિલિઝ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત માનુષી છિલ્લર અને સોનુ સૂદ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. ફિલ્મ અંગે અક્ષયના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જોકે, ટ્વિટર પર અક્ષયે પોસ્ટ કરેલા ટીઝર પર ઘણાં લોકો ટ્રોલિંગ કરી રહ્યાં છે.
A heroic story about pride and valour. Proud to play Samrat #Prithviraj Chauhan. Celebrate #Prithviraj with #YRF50 only at a big screen near you on 21st January’22.@ManushiChhillar @duttsanjay @SonuSood #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/GzNyMoTKux
— Akshay Kumar (@akshaykumar) November 15, 2021
એક જણે લખ્યું છે કે, અક્ષય આ રોલ માટે કાબિલ નથી. એ 54 વર્ષનો છે જ્યારે માનુષી 24ની. ડાયલૉગનું એક્સેન્ટ (ઉચ્ચારણ) બતાવી રહ્યું છે કે, રૉલની તૈયારી એમણે સારી રીતે કરી નથી. ના તો એમનામાં એવી શાન દેખાય છે. અક્ષયના એક ફેને લખ્યું છે કે, અક્ષય સર પૃથ્વીરાજ ચૌહાણનું ટીઝર અમને બહુ પસંદ આવ્યું છે પરંતુ આપનો એક ડાયલૉગ અમને પર્સનલી બિલ્કુલ સારો નથી લાગ્યો. તમે આ ટીઝરમાં બોલો છે કે, મૈં અપને ધરમ કે લિએ જિયા હૂં, ઔર અપને ધર્મ કે લિએ મરુંગા.
જ્યારે ઘણાં લોકોએ લખ્યું છે કે, અક્ષય ધર્મને બદલે ધરમ બોલે છે, એ પંજાબી એક્સેન્ટ છે. લોકો આ ધર્મને રિલીજન સાથે જોડીને પણ ટ્રોલ કરી રહ્યાં છે. જોકે, ટીઝરના અંગ્રેજી સબટાઈટલ્સમાં સ્પષ્ટ દેખાય છે કે, ધર્મને ડ્યૂટી (કર્તવ્ય) જણાવી છે. ઇન્સ્ટાગ્રામ પર અક્ષયના એક ફોલોઅરે ટીપ્પણી કરી છે કે, અક્ષય તમે સારા અભિનેતા છો પરંતુ રાજપૂતો વિરુદ્ધ કશું ના દેખાડતાં, નહીંતર નામ તો સાંભળ્યું જ હશે કરણી સેના.
#Funrangnews #Entertainment #funrang #gujaratnews #Ahmedabadnews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.