foodfun. જ્યારે પણ જલેબીની વાત નિકળે એટલે મોંમા પાણી આવી જ જાય. ભારતીય મૂળની આ મીઠાઈ ઉત્તર ભારત, પાકિસ્તાન અને મધ્યપૂર્વનું એક લોકપ્રિય વ્યંજન છે. જોકે, જલેબી સમગ્ર વિશ્વમાં ભારતીય મીઠાઈ તરીકે ધૂમ મચાવે છે. આવો જાણીએ જલેબીનો રસપ્રદ ઇતિહાસ.
જલેબી મૂળ અરબી શબ્દ છે અને આ મીઠાઈનું અસલી નામ છે જલાબિયા. ભારતીય મૂળ પર જોર આપવા લોકો આને જલ-વલ્લિકા કહે છે. રસથી ભરપૂર અને ચાસણીથી તરબતર હોવાને કારણે એને આ નામ મળ્યું અને પછી સમય જતાં એ જલેબી થઈ ગયું હતું. ફારસી અને અરબીમાં એનો દેખાવ અને નામ બદલીને થઈ ગયું જલાબિયા. ઉત્તર પશ્ચિમી ભારત અને પાકિસ્તાનમાં જ્યાં આને જલેબી કહેવામાં આવે છે તો મહારાષ્ટ્રમાં એને જિલબી કહેવામાં આવા છે અને બંગાળમાં એનું ઉચ્ચારણ જિલપી કરવામાં આવે છે. જોકે, બાંગ્લાદેશમાં એને જલેબી જ કહેવામાં આવે છે.
13મી સદીમાં મુહમ્મદ બિન હસન અલ-બગદાદીએ એ સમયના પ્રસિદ્ધ વ્યંજનો પર “અલ-તબીખ” પુસ્તક લખ્યું હતું. જેમાં જૌલબિયા એટલે કે જલેબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધ્યકાળમાં જલેબી ફારસી અને તુર્કી વેપારીઓ થકી ભારતમાં આવી અને આપણાં દેશમાં પણ બનાવવામાં આવવા લાગી. ફારસીમાં એને જૌલબિયા કહેતા હતાં અને ભારતમાં આવ્યા બાદ એને લોકો જલેબી તરીકે ઓળખવા લાગ્યા. તો આવી રીતે ફારસીની આ પ્રસિદ્ધ મીઠાઈ ક્યારે ભારતીય બની ગઈ એ ખબર જ ના પડી.
જલેબીને ભારતની રાષ્ટ્રીય મીઠાઈ ઘોષિત કરવામાં આવી છે. ઘણાં શહેરો – દેશોમાં જલેબીના અનેક નામ છે જેમકે જિલિપી, જિલાપી, મુશબક, જુલ્બિયા વગેરે. આ ભારતની લોકપ્રિય મીઠાઈ છે. જલેબીને ઠંડી અને ગરમ બંને રીતે પીરસવામાં આવે છે.
Source – www.herzindgi.com
#Funrangnews #Information #technology #funrang #gujaratnews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.