• 7 માળના આવાસો બનાવવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણને મંજૂરી આપી.

Gandhinagar. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 315 કરોડના ખર્ચે સરકારી કર્મચારીઓ માટે 1400 આવાસ બાંધવાના કામને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વહીવટી મંજૂરી આપી દીધી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 7 માળના સરકારી આવાસો બાંધવાનું આયોજન કરાયું છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂંકો કરવામાં આવી છે. જેને પગલે પાટનગરમાં સરકારી કર્મચારીઓ માટે નવા રહેણાંક બાંધવાની જરૂરીયાત ઉભી થઈ છે. વર્ગ 3 અ 4 ના નાનાં કર્મચારીઓને સરકારી આવાસ મેળવવા માટે લાંબી પ્રતિક્ષા યાદીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંજોગોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા આવાસ બાંધવા અંગે વહિવટી મંજૂરી આપી દીધી છે.

ગાંધીનગરમાં હાલ વિવિધ સેક્ટરમાં રહેલી ખુલ્લી જગ્યામાં તેમજ જર્જરીત થઈ ગયેલા ક્વાર્ટસ ઉતારી પાડીને નવા આવાસો બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં 1400 આવાસોનું નિર્માણ માર્ગ મકાન વિભાગ પુરું કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 560 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિવિધ કક્ષાના કુલ 1456 આવાસ નવા બાંધવાની કામગીરી હાલ ચાલી રહી છે.

#funrang #Gandhinagar

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *