- સોનાનો દોરો અને કાનસર મુકેલું પર્સ ચોરાઈ જતાં સેક્ટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ
Gandhinagar. ગત તા. 16 નવેમ્બરે ગાંધીનગર એસ.ટી. ડેપોના પ્લેટફોર્મ નંબર 3 પર બસમાં ચઢવા જતાં ભીડનો લાભ લઈ અજાણ્યો ગઠિયો મહિલાનું સોનાના દાગીના મુકેલું પર્સ તફડાવી ગયો હતો. આ અંગે મહિલાએ સેક્ટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગર ડેપો પર ગઠિયાઓ છાશવારે મુસાફરોનો કિંમતી સામાન તફડાવતાં હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી છે. ત્યારે વધુ એક મહિલાના પર્સની તફડંચી થઈ હોવાની વિગતો સામે આવી છે. માણસા તાલુકાના સોજા ગામે રહેતાં મીનાબહેન અજીતસિંહ વાઘેલા ગત 16 નવેમ્બરના રોજ પુત્ર જયદીપસિંહ સાથે વડોદરાથી એસટી બસમાં ગાંધીનગર પહોંચ્યા હતાં.
તેમણે પોતાની સાથે એક કોફી કલરના પર્સમાં 65,500 ની કિંમતનો સોનાનો દોરો તેમજ રૂ. 25 હજારની સોનાની કાનસર મુકી હતી. કોફી કલરનું પર્સ છીંકણી કલરના પર્સના સાઈડમાં મુક્યું હતું.
ગાંધીનગર ડેપોના પ્લેટફોર્મ નંબર 3 પર તેઓ સોજા ગામ જવાની બસની રાહ જોઈને ઉભા હતાં. બપોરના સમયે વિસનગરની બસ આવી હતી. બસમાં ચઢવા માટે થયેલી ભીડ ભાડમાં અજાણ્યો ગઠિયો તેમનું કોફિ કલરનું પર્સ તફડાવી ગયો હતો.
બસમાં બેઠા બાદ ટિકિટ લેવા માટે પર્સ તપાસતાં દાગીના ભરેલું પર્સ ચોરાયું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. આખરે મીનાબહેને ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
#funrang #Gandhinagar
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.