• સુરત સિવિલ ચાર રસ્તા નજીક એક કલાક સુધી જામ્યો તમાશો.
  • નશાખોર યુવક પોલીસને મારવા દોડ્યો
  • ઇજાગ્રસ્તને ભાઈને લઈ જતી 108 એમ્બ્યુલન્સ આગળ સૂઈ ગયો.

Surat. સુરતના સિવિલ ચાર રસ્તા પાસે નશામાં ધૂત ભાઈએ ભાઈ સાથે મારા મારી શરૂ કરી હતી. જેને પગલે એકઠાં થયેલાં પોલીસ – ટીઆરબી જવાન સહિતના લોકોએ નશાખોરને અટકાવવાના પ્રયાસો કર્યા હતાં. જોકે, નશામાં ધૂત યુવક કોઈ વાતે રોકાતો ના હોવાથી આખરે લોકોએ તેને ઠમઠાર્યો હતો. જેને પગલે લગભગ એક કલાક બાદ તમાશો શાંત થયો હતો.

સિવિલ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર રહેતાં પરિવારનું પાકીટ ચોરાઈ જવાની બાબતે બે ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો. બોલચાલા થયા બાદ નશામાં ધૂત એક ભાઈ દંડો લઈને બીજા ભાઈ સહિતના પરિવારજનો માર મારવા લાગતાં મામલો બગડ્યો હતો. સામસામી દંડાવાળી ઘટના બનતાં લોકો એકઠાં થઈ ગયા હતાં. તો બીજી તરફ, સિવિલ ચાર રસ્તા પર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીના જવાબ બંને પક્ષોને મારામારી કરતાં અટકાવવા પહોંચ્યા હતાં.

પોલીસ અને ટીઆરબી જવાને મારા મારી કરતાં અટકાવતાં જ નશામાં ધૂત ભાઈ વધુ ઉગ્ર બન્યો હતો. તેણે પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરી હતી અને એક તબક્કે પત્થર લઈને મારવા પણ દોડ્યો હતો. ઉપરાંત, જમીન પર પડેલાં ઇજાગ્રસ્ત ભાઈને મારી નાંખવા માટે નશાખોરે બૂમાબૂમ કરી હતી અને પત્થર લઈ એના પર હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો.

અડધો કલાક સુધી પોલીસ જવાન અને ટીઆરબી જવાને જમીન પર બેશુદ્ધ પડેલાં ઇજાગ્રસ્તને નશાખોર ભાઈથી બચાવ્યો હતો. દરમિયાનમાં 108 એમ્બ્યુલન્સ આવી જતાં, ઇજાગ્રસ્તને તેમાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, નશાખોરે ઇજાગ્રસ્ત ભાઈને સ્ટ્રેચર પરથી ફેંકી દઈ, ઓક્સિજનના બોટલ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તે 108 એમ્બ્યુલન્સની આગળ સૂઈ ગયો હતો. તેમજ મારી લાશ પરથી એમ્બ્યુલન્સ લઈ જાવ તેવી બૂમો પાડવા લાગ્યો હતો.

અનેકવાર સમજાવવાં છતાં કોઈ વાત શાંત નહીં થઈ રહેલાં નશાખોર પર ભીડનો ગુસ્સો વધ્યો હતો અને લોકોએ જાહેરમાં નશાખોરની ધોલાઈ કરી હતી. દરમિયાનમાં પીસીઆર વાન આવી ગઈ હતી. અને માંડ મામલો થાળે પડ્યો હતો.

#funrang #Surat

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *