- ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, સરકારને જનતાની સામે ખુલ્લી પાડવી પડશે – રઘુભાઈ શર્મા
- ભાજપાના શાસનથી પોતે ભાજપા ત્રાસી ગઈ હતી, તેથી સંપૂર્ણ મંત્રી મંડળ સાથે મુખ્યમંત્રી પણ બદલવાની ફરજ પડી – હાર્દિક પટેલ
- વડોદરા શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો જનજાગરણ અભિયાનનો કાર્યક્રમ.
Vadodara. આજે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિનુ જીવા પટેલ ફાર્મ હરણી ખાતે જનજાગરણ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કૉંગ્રેસના અગ્રણીઓએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે સવાલો ઉભા કરવા સાથે જનતા સમક્ષ સરકારને ખુલ્લી પાડવાનું અભિયાન આગળ ધપાવવા માટે આગ્રહ કર્યો હતો. આજના કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાન કોંગ્રેસના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રઘુભાઈ શર્મા સહિતના અગ્રણીઓ – મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.
ગુજરાત પ્રદેશના પ્રભારી અને રાજસ્થાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રઘુભાઈ શર્માએ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જનજાગરણ અભિયાનની સભામાં જોડાયા તે બદલ ગુરુકુળ મિત્રોનો આભાર માનીને જણાવ્યું કે કોરોના કાળમાં સૌથી વધારે ઓક્સિજનનો જથ્થો ગુજરાત સરકારને આપવામાં આવ્યો હતો છતાં પણ તેમના મેનેજમેન્ટના કારણે ગુજરાતમાં ખૂબ જ મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઇ જ્યારે રાજસ્થાનમાં અપૂરતો જથ્થો હોવા છતાં રાજસ્થાની કોંગ્રેસ સરકાર દ્વારા કોઈપણ દર્દી આવે તો તેને વ્હીલચેર પર જ ઓક્સિજન આ,પી તેના માટે અલાયદો બેડ ફાળવી, તેના પણ ઓક્સિજન બેડ આપવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં માત્ર વિકાસની વાતો જ થાય છે. વાત કોંગ્રેસના કાર્યકરોએ દરેક જણને સમજાવવી પડશે ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે પેટ્રોલમાં રૂપિયા 23 અને ડીઝલમાં 28ની એક્સાઇઝમાં 2014 બાદ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ ડીઝલનો ભાવ 110 રૂપિયા નજીક પહોંચ્યો હતો. 25 રૂપિયા વધારે પછી પાંચ અને દસ રૂપિયા ઘટાડી દે… આ સરકારને જનતાની સામે ખુલ્લી પાડવી પડશે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આપણે સૌ કાર્યકર મિત્રો સ્ટેજ પર બેઠેલા નેતાઓના ભાષણ સાંભળી કોણ શું બોલ્યું? કોણ સારું બોલ્યું? તેની ચર્ચા કરી છૂટા પડ્યા બાદ ઘરે જઈને આ વાતોને યાદ રાખી જનતા વચ્ચે જઈશું. કારણ કે કોઈપણ નેતા સત્તા પરિવર્તન નથી કરતો. માત્ર અને માત્ર કાર્યકરો જ સત્તા પરિવર્તન કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના ભાઉ અને ભોપાના રાજમાં આપણું ગુજરાત ડ્રગ્સ અને દારૂના વેચાણથી ઉડતા ગુજરાત બની રહ્યું છે. તે વિશે પણ જનતાને જાણ કરવી પડશે. તેથી દરેક જણ આવનારી 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે લાગી જાવ લોકોને પડતી તકલીફોને વાચા આપો. જનજાગરણ અભિયાનના માધ્યમથી દરેક જનતાના પ્રશ્નોને પાછા આપીશું. આવનારા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે જ.
કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનથી પોતે ભારતીય જનતા પાર્ટી ત્રાસી ગઈ હતી. તેથી તેમણે સંપૂર્ણ મંત્રી મંડળ સાથે મુખ્યમંત્રી પણ બદલવાની ફરજ પડી હતી. જનતાને આ વાત આપણે સમજાવવી પડશે અને યુવાનોને આપણા કોંગ્રેસ પક્ષ તરફ વાળવા પડશે.
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું પ્રદેશમાં હાલ ચરસ ગાંજા નો વેપલો ખડકી દેવામાં આવ્યો છે. અદાણી પોર્ટ પરથી લાખો – કરોડોના ડ્રગ્સ પકડાય છે. દરેક શહેરોમાં ડ્રગ્સનો વ્યાપ વધી રહ્યો છે. યુવાન પેઢીને આડા રસ્તે ચઢાવાનું એક કાવતરુ ચાલી રહ્યું છે. તેનો કોંગ્રેસ પક્ષના કાર્યકરો સખત વિરોધ કરે અને જનતાને સમજાવે છેલ્લા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટી સાશનમાં માત્રને માત્ર ક્રાઈમમાં વધારો થયો છે. જે જુવાનિયાઓ ભણતર પાછળ જવું જોઈએ. તેની જગ્યાએ આડા રસ્તે ચઢી ગયા છે. તેની સરકાર કોઇ કાળજી લેતી નથી. આવનારા દિવસોમાં કોંગ્રેસની સત્તા બનશે તો યુવાનોને નોકરી આપવાનું કામ, યુવાનોને ધંધા-રોજગાર આપવાનું કામ અને નશા મુક્તિ અભિયાન પાછળ કોંગ્રેસ પૂરતો સમય ફાળવશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી જણાવ્યું કોંગ્રેસના કાર્યકરોએ લોકોને ઘરે જઈને લોકોની વેદના જાણવી પડશે. લોકોને મોંઘવારી વિશે પોતાની વાત કહેવી પડશે. અને જનતાને જાગૃત કરવી પડશે. જનજાગરણ અભિયાનથી કોંગ્રેસના કાર્યકરો પ્રજાની વચ્ચે જશે તો અને તો જ 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. આવનારા દિવસોમાં મારુ તારું છોડીને આપણા સૌનું એ વિચારધારા અપનાવીશું. તો ચોક્કસ 2022 માં કૉંગ્રેસનો સૂર્યોદય થશે.
વડોદરા શહેરના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ અમીબહેન યાજ્ઞિકે વક્તવ્યમાં જણાવ્યું કે રાજીવ ગાંધીજીએ મહિલાઓને 33% અનામતનો અધિકાર આપાવ્યો હતો. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તેનો પાયો કોંગ્રેસ નાખ્યો હતો. અને પ્રદેશમાં અને દેશમાં કોંગ્રેસને સ્થાપિત કરવું છે તો મહિલાઓએ જ બહાર નીકળવું પડશે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ, સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સિવાય કોઈપણ સુખી નથી. ધંધા – વેપાર, રોજગાર, નોકરી, મોંઘવારી દરેક ક્ષેત્રે જનતા બુમો પાડી રહી છે ત્યારે આપણે જનતાના દ્વારે જઈને જનતાની મુશ્કેલીઓ સાંભળી તેના નિદાન લાવવાનો પ્રયત્ન કરવો પડશે. ત્યારે 2022માં કોંગ્રેસની સરકારની રચના થશે.
જનજાગરણ અભિયાન કાર્યક્રમમાં વડોદરાના પ્રભારી ભાર્ગવ ઠક્કર, વડોદરા જિલ્લાના પ્રભારી રાજેન્દ્રસિંહ પરમાર, માજી સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ, વરિષ્ઠ નેતા મૌલિકભાઈ વૈષ્ણવ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
#funrang #Vadodara #funrang #gujaratnews #vadodaranews #latestnews #newsupdate #vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.