• એક પોસ્ટમાં લખ્યું “રસ્તા પરના લોકો કાયદો બનાવે તો આ રાષ્ટ્ર પણ જેહાદી”
  • બીજી પોસ્ટમાં ઇંદિરા ગાંધીનો ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું.

Funoranjan. લગભગ છેલ્લાં 14 મહિનાઓથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યાં હતાં ત્યારે આખરે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેતાં, વર્ષ 2014 પછી આઝાદી પ્રાપ્ત કરનાર કંગના રાણાવતના પેટમાં જાણે તેલ  રેડાયું હોય એમ એણે સોશિયલ મિડીયા પર ભડાસ કાઢી હતી. કંગનાએ એક પોસ્ટમાં લખ્યું કે, આ અત્યંત શરમજનક અને ખોટું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયથી નારાજ કંગના રાણાવતે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રિનશૉટ શેર કરીને લખ્યું હતું કે, દુઃખદ, શર્મજનક, તદ્દન અયોગ્ય. જો સંસદમાં ચુંટાયેલી સરકારની જગ્યાએ રસ્તા પરના લોકો કાયદો બનાવવાનું શરૂ કરી દેશે… તો આ પણ એક જેહાદી રાષ્ટ્ર છે. એ તમામ લોકોને વધામણાં જે આને આવી રીતે ઇચ્છતા હતાં.

જ્યારે બીજી એક પોસ્ટમાં તેણે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની 104મી જયંતી નિમિત્તે તેમની તસવીર શેર કરવા સાથે લખ્યું કે, જ્યારે દેશની અંતરાત્મા ગાઢ નિંદ્રામાં હોય, તો લાકડી જ એકમાત્ર સમાધાન છે અને તાનાશાહી જ એકમાત્ર સંકલ્પ છે. જન્મ દિવસની શુભકામના પ્રધાનમંત્રીજી.

કંગનાએ સોશિયલ મિડીયા પર કકળાટ કર્યો ત્યારે અભિનેતા સોનુ સુદે સોશિયલ મિડીયા પર પ્રધાનમંત્રીને ધન્યવાદ આપતાં લખ્યું કે, किसान वापिस अपने खेतों में आयेंगे, देश के खेत फिर से लहराएंगे। धन्यवाद नरेन्द्र मोदी जी, इस ऐतिहासिक फैसले से किसानों का प्रकाश पूरब और भी ऐतिहासिक हो गया। जय जवान जय किसान।

આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020માં સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવાનો ફેસલો જાહેર કર્યો હતો. જનતા જોગ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, आज मैं आपको, पूरे देश को बताने आया हूं, कि हमने तीनों कृषि कानूनो को वापस लेने का फैसला किया है। इस महीने शुरु होने वाले संसद सत्र में, हम इन तीन कृषि कानूनों को निरस्त करने के लिए संवैधानिक प्रक्रिया को पूरा करेंगे। पंजाब और हरीयाणा और उत्तर प्रदेश के कुछ हिस्सों में किसानों का एक वर्ग लगभग एक साल से विरोध प्रदर्शन कर रहा था, और कृषि कानूनों को निरस्त करने की मांग कर रहा था।

અત્રે નોંધનિય છે કે, કૃષિ કાયદાઓ લાવવા બાબતે કંગના રાણાવતે સરકારનું સમર્થન કર્યું હતું. ખેડૂતોના સમર્થનમાં આગળ આવેલી પૉપ સ્ટાર રિહાના અંગે કંગનાએ ટ્વિટ કર્યું હતું કે, रिहाना, एक पोर्न सिंगर है, वह कोई मोजार्ट नहीं है और न ही उसे कोई शास्त्रीय ज्ञान है। उसकी कोई विशेष आवाज नहीं है। अगर 10 नामी शास्त्रीय गायक एक साथ बैठेंगे, तो वे कहेंगे कि वह गाना भी नहीं जानती। अमेरिकी संस्कृति में, किम कार्दशियन जैसे लोग, जिनके पास अज्ञात करियर है, उनके आयकन हैं। वे क्या करते हैं यह कोई नहीं जानता। यह पूंजीवाद का रैकेट है जो युवाओं को भ्रमित कर रहा हैं। इसी तरफ, रिहाना कोई वास्तविक कलाकार नहीं है, वह एक पोर्न गायिका है। जब आपके पास टैलेंट है तो आपको कुछ और करने की जरूरत नहीं हैं।

કંગનાએ ઉપરોક્ત ટ્વિટ કર્યા બાદ તરત જ તેને ટ્વિટર પર બૈન કરી દેવામાં આવી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *