Vadodara. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ગત તા. 5મીથી બિમાર સિંહણ ગેલનું આજે દુઃખદ અવસાન થયું હતું. લગભગ દસ વર્ષથી બનેલી સિંહણ ગેલ અને સિંહ કુંવરની જોડી આજે તૂટી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણેક દિવસ અગાઉ સર્જરી બાદ સિંહણે પ્રવાહી લેવાનું શરૂ કરતાં તેની તબિયત સારી થઈ જશે તેવો આશાવાદ જન્મ્યો હતો.

(ન્યૂઝપેપરમાં આવતાં વ્યંગવાળા કાર્ટૂન જુઓ આ વિડીયોમાં)

સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં વર્ષ 2010માં જૂનાગઢથી સિંહ કુંવર અને સિંહણ ગેલની જોડી મંગાવવામાં આવી હતી. નવા બનાવવામાં આવેલા ખુલ્લા પીંજરામાં બનાવાયેલા લાકડાના માંચડા આસપાસ સિંહણને રમવાની ખૂબ મઝા આવતી હતી. રમત દરમિયાન લાકડાનો કોઈ ભાગ વાગી જવાને કારણે સિંહણના દાઢીના નીચેના ભાગમાં ડાબી બાજુએ ઇજા પહોંચી હતી. એમાંય સિંહણે વાગ્યાના ઘા પર નખ મારીને ખંજવાળતાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તે ગત તા. 5મીથી બિમાર પડી હતી.

ડ્રેસિંગ કરવા છતાં સિંહણની હાલતમાં સુધારો નહીં આવતાં આખરે આણંદ વેટરનરી કોલેજના સર્જરી વિભાગના તબીબોએ સર્જરી કરીને ટાંકા લીધા હતાં. સિંહ સાથે ઝગડો થવાથી સિંહણને દાઢીમાં ઇજા પહોંચી નહોતી. કારણકે, ઘા પર દાંતના નિશાન નહોતા.

સર્જરી બાદ તેણે ખોરાક લેવાનું છોડી દીધું હતું. લગભગ દસેક દિવસ સુધી ખોરાક નહીં લીધા બાદ તેણે ત્રણેક દિવસ અગાઉ પ્રવાહી લેવાનું શરૂ કરતાં, તે સ્વસ્થ થઈ જશે તેવી આશા જન્મી હતી. જોકે, આજે સવારે સિંહણ ગેલનું દુઃખદ અવસાન નિપજ્યું હતું. ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા પ્રમાણે તેનું પોસ્ટમોર્ટમ કરાશે.

News source – www.gujaratsamacahar.com

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *