- કૉંગ્રેસ દ્વારા તા.14 થી 29 નવેમ્બર દરમિયાન દેશવ્યાપી જન આંદોલન.
Vadodara. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે કૉંગ્રેસ દ્વારા તા. 14 થી 29 નવેમ્બર દરમિયાન મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી જન જાગરણ અભિયાન – જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરામાં તા. 21 થી 25 નવેમ્બર દરમિયાન રોજ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરાયું છે. આજરોજ સયાજીગંજ વિધાનસભામાં જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમીબેન રાવત, કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, કોર્પોરેટર જહાભાઈ ભરવાડ, કોર્પોરેટર હરીશભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, સુજાતાબેન મોદી, વોર્ડ નં ૧ ના પ્રમુખ સમીરભાઈ બટન, વોર્ડ નં ૨ ના પ્રમુખ પારસ પ્રજાપતિ, વોર્ડ નં ૯ ના પ્રમુખ બળવંતસિંહ પરમાર સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પદયાત્રા માધ્યમથી મોંઘવારી વિરુદ્ધની પત્રિકા વિતરણ કરી જનતાને મોંઘવારી વિરોધી આંદોલનના મંડાણ કરવા આહવાન કર્યું હતું. અને આવનારા દિવસોમાં કૉંગ્રેસ પક્ષને ટેકો આપી મોંઘવારી સામે ની લડત માં ભાગીદાર બનવા માટે જણાવાયું હતું.
આ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. પાર્ટી ટોલ ફ્રી નંબર જારી કરશે. કોઈપણ વ્યક્તિ તેના પર મિસ્ડ કોલ આપીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ અભિયાનમાં જોડાનારા લોકો પાસે પાર્ટીની સદસ્યતા લેવાનો વિકલ્પ પણ હશે.
પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઈ ગઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારો તેમના બજેટને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર અભિયાનને જનતા સુધી લઈ જવાનો ધ્યેય છે. પહેલા અમે મોંઘવારીનો વિષય લીધો છે. બાદમાં અન્ય વિષયો પણ લેવામાં આવશે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.