• રાજકોટ મહાનગર સેવાસદનના 100 ટકા વેક્સિનેશનના દાવાની ન્યાયિક તપાસ કરાવવા માંગ.
  • જો 100 ટકા વેક્સિનેશન થઈ ગયું હોય તો પાલિકાનો આરોગ્ય વિભાગ ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ શા માટે ચલાવી રહ્યો છે?

Rajkot. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં ધીમો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગર સેવાસદન દ્વારા 100% વેક્સિનેશનનો દાવો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનનો આ દાવો પોકળ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી નેતાએ ન્યાયિક તપાસની માંગણી કરી છે.

રાજકોટ મહાનગર સેવાસદનના 100 ટકા વેક્સિનેશનના દાવાને પોકળ ગણાવતાં કોંગ્રેસી નેતા ડૉ. હેમાંગ વસાવડાનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા ડમી સર્ટિફિકેટ જનરેટ કરીને 100 ટકા વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગર સેવાસદન તંત્ર અને સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. જો 100 ટકા વેક્સિનેશન થઈ જ ગયું હોય, તો મહાનગર સેવાસદનનો આરોગ્ય વિભાગ ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ કેમ ચલાવી રહી છે? આ દાવાની ન્યાયિક તપાસ થવી જોઈએ.

અત્રે નોંધનિય છે કે, રાજકોટ જીલ્લામાં પણ રસીકરણ માટે હવે લોકોમાં પહેલા જેવો ઉત્સાહ જોવા મળતો નથી. જેને કારણે આરોગ્ય વિભાગ માટે કામગીરી પડકારજનક બની રહી છે. રાજકોટ જીલ્લામાં 92 ટકા પ્રજાજનોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. જામકંડોરણાનાં મોટા માત્રવડ ગામ તેમજ જસદણ તાલુકાના રણજીતગઢ ગામમાં રસીના બંને ડોઝ 100 ટકા લોકોએ લઈ લીધા છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *