• રાજકોટ – ગોંડલ નેશનલ હાઈવે પર બનેલો ગમખ્વાર અકસ્માત.
  • સુરતના ગઢીયા પરીવારના પતિ – પત્ની, પુત્ર સહિત 5 શખ્સોના કમકમાટીભર્યા મોત.
  • સુરતનો ગઢીયા પરીવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો.
  • રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી કારને બિલિયાળા અને ભોજપરા વચ્ચે નડેલો અકસ્માત.

Rajkot. આજરોજ સુરતનો ગઢીયા પરીવાર બગસરાના મુંજીયાસર ગામે આયોજિત લગ્નપ્રસંગમાં જઈ રહ્યો હતો. ત્યારે રાજકોટથી ગોંડલ તરફ જતાં બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવી રહેલી એસટી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પતિ – પત્ની, પુત્ર સહિત 5 શખ્સોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

સુરતનો ગઢીયા પરીવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જવા રાજકોટથી નિકળ્યો હતો. કાર રાજકોટ – ગોંડલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે, ગોંડલ નજીક ભોજપાર અને બિલાયાળા વચ્ચે પસાર થતી કારનું અચાનક ટાયર ફાટ્યુ હતું. ટાયર ફાટતાં જ પૂરઝડપે જઈ રહેલી કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારનો ઉપરનો ભાગ ઉખડી ગયો હતો. કાર કચ્ચરઘાણ થઈ જતાં તેમાં સવાર 5 શખ્સોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. બનાવને પગલે દોડી આવેલાં સ્થાનિકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. 108, હાઈવે ઓથોરિટી તેમજ ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

કારમાં સવાર અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા, સોનલબહેન અશ્વિનભાઈ ગઢીયા, ધર્મિલભાઈ અશ્વિનભાઈ ગઢીયા, શારદાબહેન ગોવિંદભાઈ ગઢીયા તેમજ અન્ય એક નહીં ઓળખાયેલ શખ્સના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. જ્યારે એક 7 વર્ષિય દીકરી અને 11 વર્ષિય દીકરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બંને ઇજાગ્રસ્ત બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

News source – www.divyabhaskar.co.in

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *