Short Circuit. વેબ હૉસ્ટિંગ કંપની GoDaddy ના 1.2 મિલિયન એક્ટિવ અને ઇનએક્ટિવ વર્ડપ્રેસ યૂઝર્સનાં ઇમેલ આઈડી લીક થયા હોવાનો ઘટસ્ફોટ ખુદ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. GoDaddy દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ડેટા લીકની આ ઘટના 17 નવેમ્બર 2021ના રોજ થઈ છે, જોકે, આ કામની શરૂઆત 6 સપ્ટેમ્બરથી થઈ હતી.

GoDaddy દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અમને વર્ડપ્રેસ હૉસ્ટિંગમાં સંદિગ્ધ ગતિવિધિની જાણ થતાં જ અમે તરત એક આઈટી ફોરેન્સિક ફર્મની મદદથી તપાસ શરૂ કરી હતી. તેમજ કાનૂની સલાહકારનો પણ સંપર્ક કર્યો હતો. અમે ઇનવેલીડ થર્ડ પાર્ટી એક્સેસને પણ બ્લૉક કરી દીધો છે.

આ ડેટા લિકમાં 1.2 મિલિયન વર્ડપ્રેસ યુઝર્સના ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર સાર્વજનિક થયા છે. લીક થયેલાં ફોન નંબર અને ઇમેલ આઈડીનો ઉપયોગ ફિશિંગ એટેક માટે થઈ શકે છે. તદઉપરાંત, વર્ડપ્રેસના ઓરિજીનલ એડમિન પાસવર્ડ પણ લીક થયાં છે. માટે ગ્રાહકોએ તાત્કાલિક પોતાના પાસવર્ડ બદલી નાંખવા જરૂરી બને છે.

કેટલાંક ગ્રાહકોનાં SSL પ્રાઈવેટ પણ લીક થયા છે. કંપનીનું કહેવું છે કે, જલ્દી જ તેઓ નવા સર્ટિફિકેટ ઇશ્યુ કરશે. કંપનીનું એમ પણ કહેવું છે કે, યુઝર્સ http://www.godaddy.com/halp પર જઈને મદદ પણ લઈ શકે છે.

News source – www.amarujala.com

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

One thought on “GoDaddyના 1.2 મિલિયન WordPress યૂઝર્સ ડેટા લીક”
  1. You’re so awesome! I don’t believe I have read a single thing like that before. So great to find someone with some original thoughts on this topic. Really.. thank you for starting this up. This website is something that is needed on the internet, someone with a little originality!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *