• રાણીપ વિસ્તારનો સગીર મિત્ર સાથે સાબરમતી જેલ પાસેના રેલ્વે ટ્રેક પર ગયો હતો.
  • માલગાડીના વેગન પર ચઢી વિડીયો બનાવવા જતાં વાયરને હાથ અડી ગયો.

અમદાવાદ. સાબરમતી સેન્ટ્રલ જેલ પાસેથી પસાર થતાં રેલ્વે ટ્રેક ખાતે Instagram Reel બનાવવા મિત્ર સાથે ગયેલો રાણીપ વિસ્તારનો સગીર માલગાડીના વેગન પર ચઢ્યો હતો. જેમાં જીવંત વીજ વાયરને હાથ અડી જતાં કરંટ લાગતાં સગીરનું કરુણ મોત નિપજ્યું હતું.

રાણીપ વિસ્તારના ઘનશ્યામવાડી સામેની પદ્માવતી સોસાયટી વિભાગ-2માં રહેતાં 15 વર્ષિય પ્રેમ જયકુમાર પંચાલને Instagram Reel બનાવવાનો ક્રેઝ હતો. ધો. 12માં અભ્યાસ કરતો પ્રેમ અલગ અલગ સ્થળોએ વિડીયો બનાવી Instagram Reel બનાવવાનો શોખ પુરો કરતો હતો. એમાંય Instagram Reel બનાવવા માટે રેલ્વે ટ્રેક તેને વિશેષ પસંદ હતો. બે દિવસ અગાઉ તેણે જગતપુર કે રાણીપ આસપાસના રેલ્વે ટ્રેક પર વિડીયો બનાવ્યો હતો.

સોમવારે સાંજે  તે મિત્ર સાથે Instagram Reel બનાવવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલની પાસે આવેલા રેલ્વે ટ્રેક પર પહોંચ્યો હતો. ત્યાં તે માલગાડીના એક વેગન પર ચઢીને વિડીયો બનાવતો હતો. દરમિયાનમાં ટ્રેક પરથી પસાર થતાં વીજવાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં તે જમીન પર પટકાયો હતો અને ત્યાં જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

ઘટનાથી ગભરાઈ ગયેલો મિત્રએ દોડીને પ્રેમના પરિવારને જાણ કરી હતી. જેને પગલે પ્રેમના દાદા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પ્રેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, સોશિયલ મિડીયામાં પ્રસિદ્ધ થવા માટે યુવાનો ઘણી જોખમી જગ્યાઓ પર વિડીયો બનાવવા પહોંચી જતાં હોય છે. ત્યારે સંતાન સોશિયલ મિડીયા પર શું કરી રહ્યો છે? તેનાં પર વિશેષ ધ્યાન રાખવું માતા – પિતા સહિતના વડીલો માટે ખૂબ આવશ્યક બને છે. સંતાનના સોશિયલ મિડીયા પરની એક્ટિવિટી પર નજર રાખીને ગમખ્વાર અકસ્માત નિવારી શકાય છે.

News source – www.divyabhaskar.co.in

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *