- બનાવના 20 દિવસ બાદ આખરે તપાસ માટે નિમાયેલી SITમાં 6 પોલીસ અધિકારીઓનો સમાવેશ.
વડોદરા. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં થયેલાં સામૂહિક બળાત્કાર બાદ યુવતીના આપઘાત કેસની તપાસ બનાવના 20 દિવસે આખરે SITને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવની તપાસ કરી રહેલી પોલીસને હજી સુધી કોઈ આરોપી હાથ લાગ્યો નથી.
રાજ્યભરમાં ભારે ચકચાર મચાવનાર વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગેંગરેપ અને આપઘાત પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તંત્ર સફળ થઈ શક્યું નહોતું. ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ પણ આ કેસમાં વ્યક્તિગત ધ્યાન રાખીને મૃતક યુવતીને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી. અને આખરે બનાવના 20 દિવસ બાદ તપાસ SITને સોંપવામાં આવી છે.
વડોદરા રેલ્વે પોલીસ એસ.પી. પરીક્ષિતા રાઠોડની અધ્યક્ષતામાં રચાયેલી SIT (સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ)માં વડોદરા પોલીસના ડીસીપી જયદીપસિંહ જાડેજા, રેલ્વે DySP બી. એસ. જાધવ, સુરત રેલ્વે પી.આઈ. કે. એમ. ચૌધરી અને વલસાડ રેલ્વે પી.એસ.આઈ. જે. બી. વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર પ્રકરણ પર એક નજર નાંખીએ તો, તા. 3 નવેમ્બરની રાત્રે સુરતથી વલસાડ જતી ગુજરાત ક્વિન ટ્રેનના કોચમાં એક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ પામેલી મળી આવી હતી. આ બનાવની તપાસમાં યુવતીની એક ડાયરી મળી આવી હતી. ડાયરીમાં યુવતીએ કરેલા વિવરણને આધારે તેના પર ગત તા. 29 ઓક્ટોબરના રોજ શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં બે અજાણ્યા હવસખોરોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સપાટી પર આવ્યું હતું.
OASIS સાથે સંકળાયેલી યુવતીએ ગુજરાત ક્વિન ટ્રેનના બાથરૂમમાંથી સંજીવભાઈ નામના શખ્સને મેસેજ કર્યો હતો. જેનો સ્ક્રિન શોટ ગત તા. 16 નવેમ્બરના રોજ મળી આવ્યો હતો. મેસેજમાં મૃતક યુવતીએ લખ્યું હતું કે, સંજીવભાઈ પ્લિઝ સેવ મી. નવસારીથી કોઈ મારો પીછો કરે છે અને તે મને મારી નાંખવા માંગે છે. હું ટ્રેનના વૉશરૂમમાં છું. તેઓ મને મારી નાંખશે. તમે મને કોલ કરીને મદદ કરો. હું તમારા ફોનની રાહ જોઉં છું.
સમગ્ર મામલાની તપાસમાં રેલ્વે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. તો સાથે OASIS સંસ્થાની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સપાટી પર આવ્યું છે.
News source – www.sandesh.com
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.