• હાલ ડિલીટ મેસેજ ફૉર એવરીવનની સમય અવધી 68 મીનીટ 16 સેકન્ડ છે.
  • WABetainfo અનુસાર ડિલીટ મેસેજ ફૉર એવરીવનની અવધી 7 દિવસ 8 મીનીટ કરવાનો પ્લાન.  

શોર્ટસર્કિટ. WhatsApp ના ડિલીટ મેસેજ ફૉર એવરીવન ફિચરમાં નવા સંશોધન અંગે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હાલ WhatsApp પર મોકલી દેવાયેલો મેસેજ ડિલીટ કરવાની સમય અવધી લગભગ 69 મીનીટ છે, જ્યારે નવા ફિચર અનુસાર 7 દિવસ સુધી કોઈપણ મેસેજને ડિલીટ કરી શકાશે.

વર્ષ 2017માં WhatsApp પર ‘Delete for everyone’ ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું. એ વખતે મેસેજ ડિલીટ કરવાનો સમય 7 મીનીટ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધારીને 68 મીનીટ 16 સેકન્ડ કરી દેવામાં આવ્યો હતો.

WABetaInfoએ WhatsAppના અપકમિંગ ફિચરને લગતી જાણકારી આપતાં જણાવ્યું કે, WhatsApp Desktop beta 2.2147.4 અનુસાર મેસેજ ડિલીટ કરવાની અવધીમાં 7 દિવસ સુધીનો વધારો થઈ શકે છે. WABetaInfoએ નવા ફીચરનો એક સ્ક્રિન શૉટ પણ શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જે મેસેજ ડિલીટ કરવામાં આવ્યો છે એ એક દિવસ જૂનો છે.

આ મહિનાની શરૂઆતમાં એવો રીપોર્ટ જાહેર કરાયો હતો જેમાં જણાવાયું હતું કે ડિલીટ ફૉર એવરીવનને હવે હંમેશા માટે ઓન રાખવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કોઈપણ મેસેજને જ્યારે ઇચ્છા થાય ત્યારે ડિલીટ ફૉર એવરીવન કરી શકાશે. WABetaInfo આ નવા ફિચરની પુષ્ટી કરી દીધી છે.

એકંદરે, ટૂંક સમયમાં શક્ય છે કે, વ્હોટ્સએપ પર ભુલથી મોકલી દેવાયેલો મેસેજ આપ 7 દિવસ સુધી ડિલીટ કરી શકશો.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

 Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *