- આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં: મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન
- ગુજરાત સરકારના જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ આપવાના નિર્ણયથી ખોટા આદિવાસી ગેલમાં અને સાચા આદિવાસી ઘેનમાં (ઊંઘમાં): મનસુખ વસાવા
- નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો? – મનસુખ વસાવાનો સરકારને સવાલ
વિશાલ મિસ્ત્રી રાજપીપળા. આદિજાતિના ખોટા પ્રમાણપત્રો મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લડતની શરૂઆત કરી હતી. આંદોલન વધતા ગુજરાત સરકારે ખોટા પ્રમાણપત્રો બાબતે વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવ્યો અને ખોટા પ્રમાણપત્ર રદ કરવા નિયમો બનાવ્યા.તો બીજી બાજુ નવા નિયમને પગલે આદિવાસીઓને જાતિ અંગેના પ્રમાણપત્રો લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી એ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એવી માંગ કરી હતી કે આદિજાતિના પ્રમાણપત્રોના કાયદા અને નિયમોમાં છુટછાટ આપવી જોઈએ નહીં.આ તમામની વચ્ચે ગુજરાત સરકારે જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરતા ખળભળાટ મચ્યો છે.એટલે એમ કહી શકાય કે મનસુખ વસાવા પોતાની જ સરકારની સામે જ આવી ગયા છે.
હાલમાં આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના કલ્યાણ મંત્રી નિમિષા સુથારે જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાની જાહેરાત કરી હતી.તો મનસુખ વસાવાએ જણાવ્યું છે કે આ નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે, દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી, વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી.સરકાર “લોકોને દ્વારના” જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા.આ ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી.આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઘેનમાં (ઊંઘમાં) છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી. તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે.હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો? આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં આવી ગયા છે.
મનસુખ વસાવાએ નિમિષા સુથાર પર ફરી નિશાન સાધ્યું
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના કલ્યાણ મંત્રી નિમિષા સુથાર આદિવાસી છે કે નહીં એ મુદ્દે મનસુખ વસાવાએ જાહેરમાં સવાલ ઉઠાવ્યા હતા.ત્યારે આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં આવી ગયા છે એવું મનસુખ વસાવાએ વિવાદિત નિવેદન કર્યું છે.હવે “માયાજાળ” શબ્દનો મતલબ શુ સમજવો???
મનસુખ વસાવાના સરકાર વિરુદ્ધના આવા તેવર વિધાનસભા ચૂંટણીનું ગણિત બગાડી શકે????
આદિજાતિ પ્રમાણપત્રો જૂની પદ્ધતિથી આપવાના સરકારના નિર્ણય વિરુદ્ધ ભાજપ સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવી ગયા છે.એટલે એમ કહી શકાય કે ભાજપના આદિવાસી નેતાઓ બે ભાગમાં વેહેચાય ગયા છે.મનસુખ વસાવાના સરકાર વિરુદ્ધના આવા તેવર વિધાનસભામાં 150 થી વધુ બેઠકો જીતવાનું ભાજપનું ગણિત બગાડી પણ શકે છે એવી રાજકીય મોર્ચે ચર્ચાઓ થઈ રહી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg