• સલમાન ખાન અને અક્ષય કુમારને રૂ. 100 કરોડ ફી મળી હોવાનું કહેવાય છે.

ફનોરંજન. ભારતીય સિનેમાનો સૌથી મોંઘો સ્ટાર દક્ષિણ ભારતનો અભિનેતા પ્રભાસ હોવાની વિગતો એક બોલીવુડ ન્યૂઝ વેબસાઈટે પર જોવા મળે છે. વેબસાઈટના ન્યૂઝ અનુસાર આદિ પુરુષ ફિલ્મ માટે પ્રભાસે રૂ. 150 કરોડ ફી લીધી છે.

બ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલીમાં અભિનય કર્યા બાદ દક્ષિણ ભારતીય અભિનેતા પ્રભાસને બોલીવુડમાંથી પણ ઓફર મળી રહી છે. બોલીવુડમાં ફીના મામલે સલમાન ખાન અને અક્ષય કુમારના નામ આગળ પડતાં લેવાય છે. કહેવાય છે કે, સલમાન ખાને ટાઈગર જિંદા હૈ માટે 100 કરોડ રૂપિયા જેટલી ફી લીધી હતી. તો બોલ બેટમ ફિલ્મ માટે અક્ષય કુમારે પણ 100 કરોડ રૂપિયા જેટલી ફી લીધી હતી. જોકે, હવે પ્રભાસે બંને સ્ટારને પાછળ પાડી દીધા છે.

(23000થી વધુ વખત જોવાયેલો ફનરંગની યૂટ્યુબ ચેનલનો વિડીયો તમે જોયો છે કે નહીં?)

પ્રભાસની રાધે શ્યામ, સલાર અને આદિ પુરુષ ફિલ્મ આગામી દિવસોમાં રિલિઝ થવાની છે. ત્યારે બોલીવુડ ન્યૂઝની એક વેબસાઈટ અનુસાર, આદિ પુરુષ ફિલ્મ માટે પ્રભાસે 150 કરોડ રૂપિયા ફી લીધી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી તા. 11 ઓગષ્ટ 2022ના રોજ રિલિઝ થવા જઈ રહેલી આદિ પુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામનાં કેરેક્ટરમાં જ્યારે સૈફ અલી ખાન રાવણના કેરેક્ટરમાં જોવા મળશે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

 Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *