વડોદરા. શહેર પૉલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન સ્તરની રચવા સૂચના કરી છે. જેને આધારે કમીટી અંગે J.C.P.  ચિરાગ કોરડીયા, D.C.P. ZONE-2 જયરાજસિંહ વાળા તથા A.C.P. “D” DIV.  ના માર્ગદર્શન મુજબ ગોત્રી પોલીસ દ્વારા તા. 25/11/2021 ના રોજ સવારે 11/30 વાગે ડી. આર. અમીન સ્કૂલ ગોત્રી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કમિટીના સભ્યોએ ભાગ લીધેલ હતો. સેમિનારમાં કોલેજ કમીટીનું ગઠન, કમીટીનો ઉદ્દેશ, કમીટી એ કરવાની કામગીરી તેમજ નશીલા પદાર્થોથી થતાં નુકસાન વિગેરે વિષયો થી માહીતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સ અંગેના વીડીયોનું નિદર્શન કરાયું હતું. સેમિનાર માં અંદાજે 100 જેટલા સ્કૂલ ના બાળકો એ ભાગ લીધેલ હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *