• ટ્રાફિક સેફ્ટી અંગે સામાન્ય નાગરીકોમાં જાગૃતિ ફેલાય તે માટે આખા વર્ષ દરમિયાન હાથ ધરાશે અભિયાન.
  • ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાનમાં જોડાઈને રોડ સેફ્ટીનું ધ્યાન રાખવા વડોદરાવાસીઓને પો. કમિ. ડૉ. શમશેરસિંહની અપીલ

વડોદરા. રોડ સેફ્ટી અંગે સામાન્ય નાગરીકોમાં જાગૃતિ ફેલાય તે માટે વડોદરા પોલીસ દ્વારા નવતર અભઇયાન ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” હાથ ધરવામાં આવ્યું છે. આખા વર્ષ દરમિયાન જે નાગરીક સ્વેચ્છાએ રોડ સેફ્ટીનું પાલન કરશે એને પોલીસ તરફથી રૂ. 100ની ફ્રી પેટ્રોલ કૂપન આપવામાં આવશે.

આજે વડોદરા પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, શહેરમાં દિવસે દિવસે જનસંખ્યા અને વાહનોની સંખ્યા વધતી જાય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સલામતી અને સુવિધા માટે સતત ટ્રાફિક નિયમન તેમજ મોટર વાહન અધિનિયમની જોગવાઈઓની અમલવારી કરાય છે. પરંતુ, જ્યાં સુધી છેવાડાનાં નાગરીકો સુધી રોડ સલામતીનો સંદેશ ના પહોંચે ત્યાં સુધી તમામ પાસેથી સ્વેચ્છાએ નિયમ પાલન કરાવવું મુશ્કેલ છે.

(લાસવેગાસમાં કિર્તીદાન ગઢવી પર થયો ડોલરનો વરસાદ, જુઓ વિડીયો)

વધુમાં ઉમેર્યું કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” નામનું નવતર અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે અને શહેર ટ્રાફિક પોલીસ તમામ નાગરીકો સુધી પહોંચશે. વિવિધ વિસ્તારના સ્થાનિક લોકોનો સંપર્ક કરી સ્થાનિક ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. તેમજ ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરનાર નાગરીકોનું જાહેરમાં સન્માન કરી, પ્રોત્સાહક ઇનામો અપાશે.

ડૉ. શમશેરસિંહે જણાવ્યું હતું કે, આ અભિયાનના ભાગરૂપે વડોદરાના તમામ નાગરીકો સુધી રોડ સેફ્ટીનો સંદેશો પહોંચાડવા અને તમામ લોકોને આ અભિયાનમાં જોડાઈ દંડની બીકથી નહીં પરંતુ પોતાની સલામતી માટે સ્વેચ્છાએ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રોડ સેફ્ટીના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરતાં નાગરીકોને રૂ. 100ની ફ્રી પેટ્રોલ કુપન આખા વર્ષ દરમિયાન આપવામાં આવશે.

શહેર ટ્રાફિક પોલીસના ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાનમાં તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તેમજ મધ્ય ગુજરાત પેટ્રોલ અને ડીઝલ ડીલર્સ એસો.એ સહયોગ આપ્યો છે. ત્યારે ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાનમાં જોડાઈને રોડ સેફ્ટીની દ્રષ્ટીએ સુરક્ષિત રહેવા માટે વડોદરાવાસીઓને પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહે અપીલ કરી છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *