Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર વ્યંગ કરવામાં આવ્યો છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલા યોમના કાર્ટૂનમાં ચૂંટણી ટાણે રાજકારણીઓ રૂપિયા આપીને મત ખરીદતાં હોવાની વાત પર વ્યંગ કરવામાં આવ્યો છે.
દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા લહેરીના કાર્ટૂનમાં મલિક અને વાનખેડે વિવાદ અંગે વ્યંગ કરવામાં આવ્યો છે..
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસની વચ્ચે વિખરાઈ રહેલી કોંગ્રેસ પર વ્યંગ કરવામાં આવ્યો છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews