- કોર્ટને ગેરમાર્ગે દોરી જામીન મેળવ્યા હોવા અંગે એસ.ઓ.જી. દ્વારા અરજી કરાઈ હતી.
- કોર્ટના ધ્યાને વાત આવતાં ડૉ. મીતેશ ઠક્કરના જામીન રદ કર્યા.
વડોદરા. કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજારમાં સંડોવાયેલા ડૉ. મીતેશ ઠક્કર દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરીને જામીન મેળવવામાં આવ્યા હતાં. વડોદરા એસ.ઓ.જી. દ્વારા અરજી કરી આ વાત ધ્યાનમાં લવાતાં કોર્ટે આરોપીના જામીન રદ કરી દીધા હતાં. જેને પગલે એસ.ઓ.જી.એ ડૉ. મીતેશને ઝડપી પાડી સેન્ટ્રલ જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. ત્યારે લોકોની ગરજનો લાભ લઈ લેભાગુ તત્વો દ્વારા કાળા બજાર શરૂ કરાયું હતું. તા. 10 એપ્રિલ 2021ના રોજ પીસીબી પી.આઈ. જે. જે. પટેલે રાવપુરા રોડ પર છટકું ગોઠવી 2500ની કિંમતનું ઇન્જેક્શન 7500માં વેચતાં ડૉ. ધીરેન દલસુખભાઈ નાગોરાને ઝડપી પાડ્યો હતો. આ બનાવને તપાસ બાદમાં એસ.ઓ.જી.ને સોંપાઈ હતી. એસ.ઓ.જી. પી.આઈ. એસ.જી. સોલંકીની તપાસમાં રેમડેસીવીરના કાળાબજારમાં વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા ખાતે હરીકૃષ્ણ ટેનામેન્ટમાં રહેતા ડૉ. મીતેશકુમાર તરૂણકુમાર ઠક્કરનું નામ સપાટી પર આવતાં, તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગત તા. 27 જુલાઈ 2021ના રોજ ડૉ. મીતેશ ઠક્કર જામીન પર મુક્ત થયો હતો. જોકે, તેણે અને તેના વકીલે કોર્ટને ગુમરાહ કરીને જામીન મેળવ્યા હોવાની વિગતો ધ્યાનમાં આવતાં એસ.ઓ.જી. દ્વારા તા. 29 સપ્ટેમ્બરના રોજ જામીન રદ કરી આરોપીને કસ્ટડીમાં લેવા કોર્ટમાં અરજી કરી હતી.
જેની સુનવણીમાં કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે, ડૉ. મીતેશ ઠક્કરે કોર્ટ સમક્ષ સત્ય હકીકતો છુપાવેલ છે. તેમજ સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરાયેલ જામીન અરજી સામે હાઈકોર્ટમાં મહત્વની હકીકતો છુપાવીને સેશન્સ કોર્ટનો હુકમ પણ છુપાવીને ખોટી રજૂઆતો કરીને જામીન મેળવ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે.
તા. 25 નવેમ્બરે કોર્ટ દ્વારા ડૉ. મીતેશ ઠક્કરના જામીન રદ કરવાનો હુકમ કરાયો હતો. જેને પગલે તેને જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલને હવાલે કરાયો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg