દેવન વર્મા. આપણું ગુજરાત. લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરી હોય તેની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ અને કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદ્દેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહી પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ર૦૧૪ થી તા. ર૬ નવેમ્બબરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત આજે રાજ્યનાં તમામ જિલ્લા અને શહેરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દબદબાભેર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ દરેક જગ્યાએ સંવિધાન દિવસ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
સંવિધાન દિવસ નિમિત્તે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ સંવિધાન દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા દરેક વર્ગનાં લોકો માટે કરવામાં આવેલા કાર્યો વિશે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઈ સમુદાયના નેતા ન હતાં તેઓ દરેક સમુદાયનાં નેતા હતાં. તેમણે ખાસ કરીને મહિલાઓ અને ગરીબ, પિડીત, શોષિત અને વંચિત વર્ગનાં લોકોનાં ઉત્થાન માટે કરેલા કાર્યોની લોકોને યાદ અપાવી હતી. બીજેપી એસસી મોરચાનાં ઝવેરીભાઈ ઠકરાર અને બીજેપી એસસી મોરચાના પ્રમુખ પ્રદ્યુમન વાજા સહિત ઘણાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આજનાં દિવસે દરેક જિલ્લા અને મહાનગરમાં બંધારણનું પૂજન અને શપથ લેવાનાં કાર્યક્રમો યોજાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંવિધાન ગૌરવ દિનની ઉજવણી કરાઈ એવા લોકોને જડબાતોડ જવાબ છે કે, જે લોકો ભાજપને દલિત સમુદાય વિરુદ્ધ ષડયંત્ર કરનારો પક્ષ માને છે. આજનાં દિવસે દેશનાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને દરેક રાજ્યોમાં સંવિધાન દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે.
News & Photo Sent by – www.aapnugujararat.net
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg