• શુક્રવારે રાત્રે ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર થયો અકસ્માત.
  • બંને જહાજમાં સવાર 43 જેટલાં ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા.
  • જહાજના ઓઈલને કારણે જળ પ્રદૂષણ ના થાય તે માટે કાર્યવાહી.

જામનગર. શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અરબી સાગરમાં ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર બે વિદેશી જહાજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાલના તબક્કે અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બંને જહાજમાં સવાર 43 જેટલાં ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતાં. તેમજ જહાજનાં ઓઈલને કારણે જળ પ્રદૂષણ ના થાય તે અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન નિહાળવા વિડીયો જુઓ)

અરબી સમુદ્રમાં ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર શુક્રવારે રાત્રે MV એવિએટર અને MV ક્રેઝ વચ્ચે ધડાકાભેર અથડાયાં હતાં. જહાજના કેપ્ટન તરફથી આપાતકાલીન મદદ માંગવામાં આવતાં ભારતીય સુરક્ષા એજન્સી તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તબક્કે એક જહાજ હોંગકોંગનું અને બીજું જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું જાણવા મળ્યું છે. હોંગકોંગના જહાજમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. જ્યારે માર્શલ આઈલેન્ડ જહાજ પર 22 ફિલિપાઈન્સ ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા બંને જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતાં.

અકસ્માતને પગલે જહાજમાંથી ઓઈલ ઢોળાઈને સમુદ્રમાં ના ભળે તે માટે ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.

News Source – www.divyabhaskar.co.in

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *