• નવરંગપુરા વિસ્તારના સર્કલ પાસે રાહદારી પુરુષોને પકડી બિભત્સ બબળાટ કર્યો.
  • અમદાવાદ ખાતે પીજી (પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતી યુવતીએ કર્યો તમાશો.

અમદાવાદ. નવરંગપુરા સ્થિત નવરંગ સર્કલ ખાતે સારાં ઘરની જણાતી રૂપાળી યુવતીએ રાહદારી પુરુષોને પકડીને અણછાતું વર્તન કરતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જોકે, બાદમાં કોઈ જાગૃત નાગરીકે જાણ કરતાં આવી પહોંચેલી પોલીસે યુવતીને ત્યાંથી ખસેડી લીધી હતી.

શુક્રવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં જીન્સ – ટીશર્ટ પહેરેલી ભણેલી ગણેલી સુંદર યુવતી નવરંગ સર્કલ પાસે આવી પહોંચી હતી. લથડીયા ખાતી યુવતીએ એલફેલ બબડાટ શરૂ કર્યો હતો. રાહદારી પુરુષો સાથે તેણે મનફાવે તેવું વર્તન કરવાનું શરૂ કરતાં ટોળું એકઠું થઈ ગયું હતું. બાદમાં એક જાગૃત નાગરીકે જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. મહિલા પોલીસની મદદથી યુવતીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.

પોલીસ પુછપરછમાં યુવતી વડોદરાની રહેવાસી હોવાનું, તેમજ અમદાવાદમાં પી.જી. (પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સંપર્ક કરતાં પોલીસ મથકે પહોંચેલા પી.જી. માલિકે તેની ઓળખ કરી હતી. પી.જી.ના માલિકે સારસંભાળ લેવાની બાંહેધરી આપતાં યુવતીને પોલીસ પી.જી. ખાતે મુકી આવી હતી.

News Source – www.zeenews.india.com/gujarati

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *