- વેબસાઈટ પરની તમામ માહિતી હટાવી હેકર્સે તુર્કી ભાષામાં લખાણ લખ્યું.
- હાલ GMCની વેબસાઈટ સુધારવાની કામગીરી ચાલુ.
ગાંધીનગર. એક તરફ વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા (GMC)ની વેબસાઈટ હેક કરવામાં આવી છે. GMC ની વેબસાઈટ પર હેકર્સ દ્વારા તુર્કી ભાષામાં ચેતવણી લખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ વેબસાઈટને પુનઃ શરૂ કરવા અંગેની કામગીરી હાથ ધરાઈ છે. જેને પગલે હાલ વેબસાઈટ ખુલી રહી નથી.
GMCની વેબસાઈટ પરની તમામ માહિતી હેકર્સ દ્વારા હટાવી દેવામાં આવી હતી અને તુર્કી ભાષામાં આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા વેબસાઈટ હેક કરવામાં આવી છે એમ લખવા સાથે જણાવાયું હતું કે, જુલ્મથી અત્યાર સુધી મુક્ત થઈ ગયેલાં લોકોનું ભવિષ્ય ભયાનક થશે, તુર્કીના મિત્ર બનો, શત્રુ ના બનો. આ ઉપરાંત તુર્કી ભાષામાં વિવિધ ચેતવણી આપવામાં આવી હતી.
વેબસાઈટ હેક થવા અંગે જાણ થતાં જ પાલિકાના અધિકારીઓએ આઈટી ટીમને કામે લગાડ્યા હતાં. તેમજ સાઈબર એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg