- ‘ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં’ કહી રત્નકલાકાર જમીન પર ઢળી પડ્યાં.
- માતાએ બૂમરાણ મચાવતાં બે પુત્રો પિતાને હોસ્પિટલ લઈ ગયાં.
સુરત. આજે સવારના સમયે એક રત્ન કલાકાર ધીરુભાઈ બચુભાઈ ઉનાગરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવ્યા બાદ ધીરુભાઈ પત્ની સાથે ચા પીવા બેઠાં હતાં. પોતે ઝેર પીધું હોવા અંગે પત્નીને વાત કરીને તેઓ ઢળી પડ્યા હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે, તેમનું મોત નિપજ્યું હતું.
મૂળ ભાવનગરના મહુવાના વતની ધીરુભાઈ ઉનાગર સુરત ખાતે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતાં. પત્ની અને બે દિકરાઓ સાથે રહેતાં ધીરુભાઈ છેલ્લાં બે – ત્રણ મહિનાથી અશક્ત હોવાનું સંતાનોને કહેતાં હતાં. ડૉક્ટર પાસે સારવાર પણ કરાવી હતી. ધીરુભાઈના બે પુત્રો હીરામાં અને જરીમાં કામ કરીને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યાં હતાં.
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં કાર્ટૂન્સ, જુઓ વિડીયોમાં)
આજે સવારના સમયે બે દિકરાઓ સૂઈ રહ્યા હતાં. દરમિયાનમાં પત્ની ભાવનાબહેન ચા બનાવીને બેઠા હતાં ત્યારે ધીરુભાઈ આવ્યા હતાં. તેમણે પત્ની કહ્યું કે, ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં. મેં ઝેરી દવા પીધી છે. આટલું બોલ્યા બાદ ધીરુભાઈ ઢળી પડતાં, ભાવનાબહેને બૂમરાણ મચાવી દીધી હતી. જેને પગલે દોડી આવેલાં પુત્રો તાત્કાલિક પિતાને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. ધીરુભાઈએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું? તે અંગે પરિવારજનોને કંઈ જ ખબર નથી.
News Source – www.divyabhaskar.co.in
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg