Viral Video. શાળાથી માંડી કૉલેજ સુધીના ભણતરમાં ભાત ભાતના શિક્ષકોનો વિદ્યાર્થીને અનુભવ થતો હોય છે. દરેક વ્યક્તિને પોતાના કેટલાંક વિશિષ્ટ શિક્ષકો અને એમની વિશિષ્ટ રીતભાત આજીવન યાદ રહી જતી હોય છે. દરેક શિક્ષકની ભણાવવાની અલગ રીતે હોય છે. એવાં જ એક મેથ્સના ટીચરનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે.

વિડીયોમાં જોવા મળે છે કે, ક્લાસમાં ગણિત ભણાવતાં શિક્ષકની બોલવાની સ્ટાઈલ વિશિષ્ટ છે. ગણિતની ફોર્મ્યુલા ભણાવતાં શિક્ષક જાણે લગ્ન કરાવવાના મંત્રો બોલતાં હોય એવું જ લાગે છે. આ વિડીયોને સોશિયલ મિડીયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો એને નિહાળીને હસી રહ્યાં છે.

લગ્નના મંત્રોચ્ચાર કરતાં હોય એમ ગણિત ભણાવતાં શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ સ્વાહા કહેવાનો આનંદ માણી લે છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર kota_the.dream.city નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો જોનાર કેટલાંક લોકોનું તો કહેવું છે કે, આ પંડીતજી બનવા માંગતા હતા, પરંતુ ઘરવાળાના દબાણને કારણે શિક્ષક બની ગયા છે.

#Funrangnews #Entertainment #Viral #Video #viralvideo #funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *