• મરઘાના લોહીના ઇન્જેક્શનથી બાળક સુપર કિડ બનતું હોવાની માન્યતા.
  • મરઘાના લોહીના ઇન્જેક્શનથી બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થતો હોવાના દાવા.

Gajab News. ચીની લોકોનું ખાન – પાન વિશ્વભરમાં અલગ છે. ચીનની પ્રજા કંઈપણ ખાઈ શકે છે. હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, ચીનના લોકો બાળકોને મરઘાંના લોહીના ઇન્જેક્શન અપાવી રહ્યાં છે. આ તદ્દન સાચી વાત છે અને આવું કરવા પાછળ ચીનના લોકોનો પોતાનો તર્ક પણ છે.

ચીનમાં લોકો બાળકોને મરઘાનાં લોહીનું ઇન્જેક્શન એટલા માટે મરાવી રહ્યા છે કારણકે, એનાથી બાળકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી છૂટકારો મળતો હોવાનું માનવામાં આવે છે. અને આ કામ આજકાલથી નહીં છેલ્લાં ઘણાં મહિનાઓથી કરવામાં આવી રહ્યું છે.

એક મીડીયા રિપોર્ટ અનુસાર, ચીનમાં માતા – પિતા બાળકની શારિરીક સ્ફૂર્તિ વધે તે માટે મરઘાના લોહીનું ઇન્જેક્શન મરાવે છે. આ લોહીના લાભો અંગે વિવિધ દાવા કરવામાં આવે છે. એવો દાવો કરાય છે કે, આ ઇન્જેક્શનથી કેંસર અને ટાલીયાપણાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. તેમજ કહેવાય છે કે, મરઘાના લોહીમાં સ્ટિરોઈડ હોવાને કારણે, બાળકોને અભ્યાસ અને રમત ગમતમાં તેજસ્વી બનાવે છે.

ચીનમાં બાળકોને સુપર કીડ બનાવવા માટે મરઘાંના લોહીના ઇન્જેક્શન મરાવવાની હોડ જામી છે.  આ ક્રેઝને ચિકન બેબી ક્રેઝ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. માતા – પિતા પણ દેખાદેખી આવું કરી રહ્યાં છે.

(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)

મેહુલ          નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…

નટુ             નમસ્કાર… હું નટુ, કંઇપણ વેચવામાં ખાંટુ… ખાંટુ નટુ

મેહુલ          નટુ… આજે કંઈ વેચવાનો વિચાર નથી?

નટુ             વેચીશ… પણ, અત્યારે નહીં… કારણકે, આજે જબરો સમાચાર મળ્યો છે.

મેહુલ          જબરો એટલે?

નટુ                   જબરો એટલે બહુ નિચિત્ર… અત્યંત નિચિત્ર… ભયંકર નિચિત્ર..

મેહુલ          નટુ અતિ ભયંકર નિચિત્ર… મિન્સ કે વિચિત્ર સમાચાર જણાવ…

નટુ             વાત એવી છે કે, વિશ્વના આ દેશમાં આજકાલ બાળકોને ચિકન બેબી બનાવવાનો ક્રેઝ બહુ વધ્યો છે.

મેહુલ          ચિકન બેબી… મિન્સ કે…

નટુ             ચિકન બેબી એટલે બાળકને મરઘાંના લોહીનું ઇન્જેક્શન અપાવવું…

મેહુલ          શું?

નટુ             ચોંકવા જેવી જ વાત છે… કારણકે, ચીનની વાત છે… ચીનમાં માતા પિતા બાળકોને મરઘાંના લોહીના ઇન્જેક્શન મુકાવી રહ્યાં છે.

મેહુલ          કેમ? આવું કરવાનું કોઈ કારણ?

નટુ             એક મીડીયા રિપોર્ટમાં જણાવાયું છે કે, મરઘાંના લોહીમાં સ્ટિરોઈડ હોય છે અને તેના લોહીનું ઇન્જેક્શન બાળકને અપાવવાથી, બાળકને અનેક બિમારીઓથી રક્ષણ મળે છે. મરઘાંના લોહીના ઇન્જેક્શનથી બાળક રમત ગમતમાં તેમજ અભ્યાસમાં તેજસ્વી બને છે.

મેહુલ          ચીનીયાંઓ કંઈપણ કરે…

નટુ             હા… તો આજે તમને કહું કે, ચાનો ખરો ટેસ્ટ માણવો હોય તો.. ટાયગર ચા ખરીદો… વડોદરામાં માર્કેટ ચાર રસ્તા પાસે એની દુકાન છે… ટાઈગર ચા… એકવાર ટ્રાય કરી જોજો… મઝા પડી જશે… ખાંટુ નટુની ગેરેન્ટી છે…

મેહુલ          અરે નટુ… આ મરઘાના ઇન્જેક્શન લેવાને કારણે ચીનના બાળકો કૂકડે કૂક કરતાં તો નહીં થતાં હોય ને…

નટુ             વહેલાં ઉઠી પણ જતાં હશે અને કૂકડે કૂક પણ કરતાં હશે… જોકે ચાઈનિઝમાં કૂકરે કૂક…

મેહુલ          નટું બસ… બહું થયું… આભાર…

નટુ             થેન્ક્યુ વેરી વેરી વેરી…

મેહુલ          મચ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *