- Bolka baba ફનરંગનું એક એનેરું કેરેક્ટર છે જે કહેવત બનવા પાછળની કાલ્પનિક કથા કહે છે.
- કહેવતો લોકોની બોલચાલમાંથી બનતી હોય છે, એનો કોઈ રચયિતા હોતો નથી. અને આ કથા માત્ર મનોરંજન માટે છે, માટે કોઈએ જાણી જોઈને પોતાની લાગણી દુભાવવી નહીં.
Funrang. હાલના સમયમાં લોકો વાતચીતમાં કહેવતો કહેવાનું ભુલી રહ્યા છે. એમાંય યુવાન પેઢી તો ગુજરાતી વાતચીતમાં અંગ્રેજી શબ્દો વધારે ઉપયોગમાં લેતાં હોય છે. ઘણાં યુવાનોને તો ગુજરાતી કહેવતોનો અર્થ પણ ખબર નહીં હોય.
આ સંજોગોમાં ફનરંગ દ્વારા બોલકાબાબા કરેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. બોલકાબાબા કહેવત પાછળની પોતાની કાલ્પનિક કથા મનોરંજક રીતે કહે છે. બોલકાબાબાની કથામાં સ્હેજપણ તથ્ય નથી. પરંતુ, અમારો ઉદ્દેશ્ય યૂવા પેઢી આ પ્રકારે પણ કહેવત સાંભળે અને તેનો ઉપયોગ કરે તેવો છે. તમારા માટે ખાસ નોંધનિય છે કે, આપની પાસે પણ બોલકાબાબા માટે કોઈ કહેવતની કાલ્પનિક કથા હોય તો અમને મોકલશો. અમે આપની ક્રેડિટ સાથે બોલકાબાબાનો વિડીયો બનાવીશું.
હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા
હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, આ કહેવત પાછળની કથા એવી છે કે, આ કહેવત બહુ જૂની છે, એ સમયની જ્યારે લોકો વસ્ત્રો પહેરવાની માથાકૂટમાં પડ્યાં નહોતા. એ સમયમાં રાતના સમયમાં દંપતિઓને વાંધો નહોતો આવતો, પણ, વાંઢા યુવાનિયાંઓની હાલત અત્યંત દયનિય થઈ જતી. બિચારાઓનાં હૈયામાં તિવ્ર બળતરાં થતી પણ કોઈ ઉપાય હતો નહીં… આખો દિવસ તો બિચારા ગમે તેમ વિતાવી લે પણ સૂર્યાસ્ત થવા લાગે એટલે એમની ગભરામણ શરૂ થાય. એક સિદ્ધ મહાત્મા યુવાનિયાંઓનું દુઃખ સમજી ગયાં અને એ યુવાનિયાંઓને તાપણું કરવાનું શિખવાડ્યું, અને એક દિવસ તાપણી કરતાં એક યુવાને મહાત્માને પુછ્યું કે, દાદા આ તાપણું કેમ કરાવો છો… ત્યારે મહાત્મા બોલ્યા હતાં કે, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા…
બોલકાબાબા પ્રત્યેનો આપનો પ્રતિભાવ 9978918796 નંબર પર કોલ કરીને કે વોટ્સએપ દ્વારા મોકલશો. અથવા તો funrangnews@gmail.com પર ઇમેલ કરશો.