- ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે સત્તાધારી ભાજપ સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં કેજરીવાલ સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરતાં, ભાજપી રાજકારણીઓના ‘મનની વાત’ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવાના રાજકારણીઓના દંભી કૃત્ય પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
આજે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં કાર્ટૂન પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews