- પંડ્યા બ્રિજથી મનિષા ચોકડી સુધીના સૌથી લાંબા સ્માર્ટ ઓવરબ્રિજની કામગીરી ક્યારે પુરી થશે? – સ્વેજલ વ્યાસ
- ઓવરબ્રિજની કામગીરીને કારણે રોજ સવાર સાંજ સર્જાય છે ટ્રાફિક જામ.
- 1 કિલોમીટરનું અંતર કાપતાં એમ્બ્યુલન્સને 15 મીનીટથી વધુ સમય લાગ્યો.
- ખાડાવાળા રસ્તાઓ તેમજ ધારદાર પતરાંઓને કારણે વાહનચાલકોએ ભોગવવી પડતી હાલાકી.
વડોદરા. પંડ્યા બ્રિજથી મનિષા ચોકડી વચ્ચે બની રહેલાં સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી સુસ્ત રીતે ચાલી રહી છે. જેને કારણે બ્રિજના એપ્રોચ રોડ પર રોજ સવાર – સાંજ ભારે ટ્રાફિક જામ સર્જાય છે. આજે સર્જાયેલા ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ હતી. જેને પગલે ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, નાજુક હાલતમાં એમ્બ્યુલન્સમાં જતાં વ્યક્તિનો જીવ આવા સંજોગોમાં જાય તો જવાબદાર કોણ?
લગભગ 4 વર્ષ અગાઉ રાજ્ય સરકારે સહાય કરવાની જાહેરાત કરતાં જ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના ઠેકેદારોએ મોટે ઉપાડે પંડ્યા બ્રિજથી મનિષા ચોકડી સુધીના શહેરના સૌથી લાંબા ઓવરબ્રિજ બનાવવાની દિશામાં પગલાં ભરવાના શરૂ કરી દીધા હતાં. રૂ. 222 કરોડની સહાય મળવાની હોવાની આશાએ શરૂ થયેલાં સૌથી લાંબા ઓવરબ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગત ઓગસ્ટ માસ સુધીમાં માત્ર 76 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વડોદરા મહાનગર સેવાસદનને ફાળવવામાં આવી હતી.
સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે તે સાથે એપ્રોચ રોડ પણ ઠેકઠેકાણે ઢંગધડા વગરનો ખાડાવાળો છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની કામગીરીની જગ્યાઓ પર પતરાંઓની આડશ અને લોખંડના એન્ગલ મુકવામાં આવ્યા હોવાથી રાહદારી વાહનચાલકોને નિયમિત હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે WhatsApp મેસેજમાં જણાવ્યા પ્રમાણે, જે બ્રિજ વર્ષો પહેલા બની જવાનો હતો એ બ્રિજ (પંડ્યા બ્રિજથી ઓલ્ડપાદરા રોડ વાળો બ્રિજ)ના ધીમીગતિની કામગીરીને કારણે રોજના હજારો નાગરિકો અને દર્દીઓ હેરાન થાય છે. આજે એક એમ્બ્યુલન્સ આવા ટ્રાફિકમાં નાજુક દર્દીની સાથે અટવાઈ રહી. પરંતુ 15 મિનિટ સુધીએ 1 કિલોમીટર નું અંતર ના કાપી શકી. જો કોઈ વ્યક્તિનું મોત આ બ્રિજની ધીમી કામગીરીને લીધે થઇ જાય તો જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર કે નેતાઓની જે હાલત થશે, એ એમણે વિચારીયું નહિ હોય.
વધુમાં જણાવ્યું છે કે, વિનંતી છે અધિકારીઓને કટકી આપવાની બાકી હોય, ફાઈલો સાઈન ના થતી હોય કે નેતાઓને ટકાવારી આપવાની બાકી હોય કે કોન્ટ્રાક્ટરને કામ ધીરે કરવાનું કોઈનો આદેશ હોય એ જલ્દી આ બ્રિજનું કામ પૂર્ણ કરે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg