•  “અટલ સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ‘મારું વડોદરા, સ્વચ્છ વડોદરા’ સફાઈ મિશન હાથ ધરાશે.
  • Form Link: https://forms.gle/Qgm6VJRM1HN4nokz5  આ લિન્ક પર ક્લિક કરીને વિગતો અપલોડ કરો.
  • વડોદરા મહાનગર પાલિકા વિસ્તારને સાફ કરશે – મેયર કેયુર રોકડીયા

વડોદરા. આગામી તા. 6 ડિસેમ્બરને સોમવારથી તા. 25 ડિસેમ્બરને શનિવાર સુધી, એટલે કે સતત 20 દિવસ સુધી “અટલ સ્વચ્છતા અભિયાન” અંતર્ગત શહેરમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

મેયર કેયુર રોકડીયા દ્વારા કરાયેલી ટ્વિટમાં જણાવ્યા અનુસાર ‘મારું વડોદરા,  સ્વચ્છ વડોદરા’  થકી વડોદરા શહેરના કોઈ પણ વિસ્તારમાં કચરો-કાટમાળના ફોટા તેમજ સ્થળ સાથે આપેલ લિન્ક પર અપલોડ કરો, વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છ કરશે આપનો વિસ્તાર.

ફોર્મની લિન્ક પર ક્લિક કર્યા બાદ, કઈ કઈ વિગતો અપલોડ કરવાની રહેશે?

  • લિન્ક પર ક્લિક કરતાં જ આપનું ઇમેલ એડ્રેસ ફોર્મમાં આવી જશે. ઇમેલ આઈડી બદલી પણ શકાય છે.
  • નામ, મોબાઈલ નંબર તેમજ કચરાનાં સ્થળની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.
  • કચરાના સ્થળની જાણકારી મળે તે માટે કોઈ લેન્ડમાર્ક (નજીકની જાણીતી જગ્યા) હોય તો એ પણ માહિતી ભરી શકશો.
  • કચરાનો પ્રકાર વિશે માહિતી ભરી શકો છો. જોકે, એની ખબર ના હોય તો ભરવું ફરજીયાત નથી.
  • ઇલેક્શન વોર્ડ ખબર હોય તો ભરી શકો જે ફરજીયાત નથી. પરંતુ, વહીવટી વોર્ડ નંબર અંગે ફરજીયાત જાણકારી ભરવાની રહેશે.
  • ગંદકીવાળી જગ્યાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ જો કોઈ રિમાર્ક લખવી હોય તો એ લખીને ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *