• ચાર લોકો પાસેથી રૂ. 6250 ગુમાવ્યા.
  • સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવાઈ.

વડોદરા. આકસ્મિક સંજોગોમાં લોકોની મદદ કરવા 24 કલાક ફરજ બજાવતાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ 112માં નોકરી અપાવવાના નામે લોકો સાથે અજાણ્યો શખ્સ છેતરપિંડી કરતો હોવા અંગેની ફરિયાદ સાઈબર સેલમાં નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જુદા જુદા બે મોબાઈલ નંબરથી ફોન કરતાં અજાણ્યા શખ્સનું લોકેશન વડોદરામાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર 108ના મેનેજર નિલેશભાઈ ભારપોડાએ સાઈબર સેલમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી એક અજાણ્યો શખ્સ 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરો તેમજ ખિલખિલાટના પાઈલટ તરીકે નોકરી અપાવવા અંગે ફોન કરતો હતો. ફોન કરનાર અજાણ્યો શખ્સ વિવિધ માહિતી માંગતો હતો. તેમજ નોકરી અપાવવાની ઓફર આપતો હતો.

અલગ અલગ બે મોબાઈલથી ફોન કરનાર અજાણ્યો શખ્સ નોકરી અપાવવા માટે લોકોનાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ વગેરે પુરાવા માંગતો હતો. તેમજ બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂ. 1250 ટ્રાન્સફર કરવા જણાવતો હતો. અજાણ્યા શખ્સની વાતોમાં આવી ગયેલાં પ્રકાશ પરમાર, હિંમત પરમાર, રણજીત ઠાકોર તેમજ અલ્પેશ પરમારે રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતાં. જોકે, બાદમાં તેઓ જ્યારે અજાણ્યા શખ્સે જણાવેલી જગ્યાએ મળવા પહોંચ્યા ત્યારે તે મળ્યો નહોતો. જેને પગલે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.

સાઈબર સેલની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સનું લોકેશન વડોદરામાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધી સાઈબર સેલે વધુ તપાસ હાથ ધરી છે.

(આજે નગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગાત્મક કાર્ટૂન જુઓ આ વિડીયોમાં)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *